સુરત પોલીસે કુંભમેળામાંથી 31 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપ્યો, બાતમીને આધારે કાર્યવાહી

સુરતઃ પોલીસે બાતમી આધારે કાર્યવાહી કરી 31 વર્ષથી નાસતા ભાગતા ચોરને શોધી કાઢ્યો છે. પોલીસે કુંભમેળામાં પહોંચી આરોપીની ધરપકડ કરી છે.

પોલીસને બાતમી મળી હતી, તે પ્રમાણે ચોર કુંભમેળામાં ગયો હતો. ત્યારે પોલીસ ત્યાં પહોંચી હતી અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ ચોર દિલ્હી તરફ જતો હતો. ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી છેલ્લા 31 વર્ષથી અલગ-અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને જીવતો હતો.

1995માં રાંદેર સ્થિત મહાવીર પેટ્રોલ પંપમાંથી 51,000ની ચોરી થઈ હતી. ચોરી કરીને શિવ બહાદુર ઉદયપાલ રાજપૂત ભાગી છૂટ્યો હતો. રાંદેર પોલીસની ટીમે ગુપ્ત રીતે કુંભ મેળામાં જઈને તપાસ શરૂ કરી હતી. પરંતુ, આરોપી ત્યાંથી નીકળી ગયો હતો. આરોપી કુંભમાંથી દિલ્હી જતો હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ આરોપી ઝડપાયો હતો.