લાખોના MD ડ્રગ્સ સાથે અમરોલીથી આરોપીની ધરપકડ, એક આરોપી ફરાર

સુરતઃ શહેરની અમરોલી પોલીસે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી છે. પોલીસને કોસાડ આવાસ ખાતે એમડી ડ્રગ્સનું વેચાણ કરાતું હોવાની માહિતી મળી હતી. ત્યારે બાતમીને આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને કાર્યવાહી કરી હતી.

કેબલ ઓપરેટર પાસેથી 135.66 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ઝડપાયેલા ડ્રગ્સના ટોકીઝ જથ્થાની કિંમત 13.56 લાખ રૂપિયા જેટલી થાય છે. આરોપી પાસેથી રોકડા રૂપિયા બે લાખ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી સરફરાઝ ઉર્ફે તોફિક ઈબ્રાહિમની આ મામલે ધરપકડ કરવામાં આવી છે.

છેલ્લા એક વર્ષથી આરોપી એમડી ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા છે. આરોપી અસલમ ઉર્ફે તોફિક નામનો ઇસમ પાસેથી ડ્રગ્સનો ખરીદતો હતો. આ આરોપી અસરમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આરોપી પાસે કેબલના 150 કનેક્શન પણ છે. આ ઉપરાંત પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી કોસાડ આવાસમાં છૂટકમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હતો.