Surat પોલીસને મળી સફળતા, છૂટક ડ્રગ્સનું વેચાણ કરનાર ત્રણની કરી ધરપકડ
અમિત રૂપાપરા, સુરત: સુરત રાંદેર પોલીસે 34 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ત્રણ ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે. પકડાયે આરોપીઓ ચોરી છુપેથી છૂટક રીતે ડ્રગ્સનું વેચાણ કરતા હતા. જેમાં સુલેમાન ફારૂક, મોહમ્મદ જાવેદ અને એજાજ સૈયેદ એમ ત્રણે આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
સુરત સીટી પોલીસ છેલ્લા ત્રણ વર્ષથી નો ડ્રગ્સ ઈન સીટીનો અભિયાન ચલાવી રહી છે. ત્યારે સુરતમાં પ્રતિબંધિત ડ્રગ્સ, ચરસ, ગાંજાનું એમી સેન્ટર બની રહ્યું છે તેવું લાગી રહ્યું છે. દરમહિને સુરતના વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સ, ચરસ, ગાંજો પકડાઈ રહ્યું છે. ડ્રગ્સ પેડલરો નવા નવા કિમીયાઓ પણ અપનાવતા હોય છે.
મળતી માહિતી અનુસાર વહેલી સવારે રાંદેર પોલીસે બાતમીના આધારે પોલીસે આ લોકોની ધરપકડ કરી છે. ધનમોરા સર્કલ પાસેથી ફઝલ એપાર્ટમેન્ટ નીચે જાહેર રોડ ઉપર આરોપી સુલેમાન ઉર્ફે ફારૂક મહિધરપુરાના રહેવાસી છે. એજાજ અયુબ સૈયદ જેઓ સલાબતપુરા વિસ્તારમાં રહે છે અને મોહમ્મદ જાવીદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ શેખ એમ કુલ ત્રણની અટકાયત કરી હતી અને તેમની પાસેથી નાના નાના બે પાઉચ જેમાં 34.30 ગ્રામ વજન ધરાવતું પ્રતિબંધિત એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા 3,34,000 છે. પોલીસે એમડી ડ્રગ્સ મોપેડ, રોકડા રૂપિયા સહીત કુલ રૂપિયા 6,07,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો: રથયાત્રાના રૂટમાં ભયજનક મકાનોને લઇને MLA ઇમરાન ખેડાવાલાને નોટિસ
પકડાયે ત્રણે આરોપીઓ પોતાના મોજ શોખ પુરા કરવા માટે વોન્ટેડ આરોપી પાસેથી ડ્રગ્સ લાવી છૂટક વેચાણ કરતા હતા. હાલ ત્રણે આરોપીઓએ કેટલા સમયથી ડ્રગ્સનું વેચાણ કરે છે, ક્યાંથી ડ્રગ્સ લાવતા હતા અને કોને કોને ડ્રગ્સનું વેચાણ કરતા હતા આ અંગે હાલ પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.