સુરત પોલીસની ભાડુઆત રજિસ્ટ્રેશન ડ્રાઇવ, 100થી વધુ કર્મી જોડાયાં

સુરતઃ શહેરના મગદાલ્લા વિસ્તારમાંથી દારુ, ડ્રગ્સ પાર્ટી ઝડપાયા બાદ સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે. સ્પા તેમજ થાઈ ગર્લને કેટલાક લોકોએ મકાન ભાડે આપ્યા હતા. CID ક્રાઈમની કાર્યવાહી બાદ ગર્લ્સ મકાન ખાલી કરીને ભાગી ગઈ છે.
ઉમરા પોલીસે મગદલ્લા ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મકાનમાં રહેતા ભાડુઆતોની વિગતો બાબતે પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે. ભાડુઆત અંગે રજિસ્ટ્રેશન ન કરાવતાં લોકો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લોકો રૂપિયા કમાવવાની લાલચે ભાડુઆતોને વગર ડોક્યુમેન્ટે મિલકતો ભાડે આપતા હોય છે.
આ તપાસમાં DCP, ACP અને PI સહિત પોલીસ અધિકારીઓની ટિમ સર્ચ ઓપરેશનમાં જોડાઈ છે. 100થી વધુ પોલીસ કર્મી સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા. પોલીસની ભાડુઆત રજિસ્ટ્રેશન ડ્રાઈવ હજી 27મી ઓક્ટોબર સુધી ચાલશે. સુરત પોલીસ દ્વારા પણ અલગ અલગ વિસ્તારમાં સર્ચ કરવાની કામગીરી શરૂ કરી છે. ભાડુઆતે કોઈ ડોક્યુમેન્ટ આપ્યા નહીં હોય તો મકાનમાલિક સામે કાર્યવાહી કરવામાં આવશે.