સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, કોલસાનો કાળો કારોબાર ઝડપાયો
સુરતઃ જિલ્લામાંથી કાળા કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. A ગ્રેડના કોલસામાં D ગ્રેડનો કોલસો ભેળવીને કૌભાંડ આચરવામાં આવતું હતું.
સ્ટેટ મોનિટરિંગ સેલે કામરેજના ખડસદ ગામેથી કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોર્ટ પરથી આવતા ઇમ્પોર્ટેડ કોલસામાં સાદો કોલસો ભેળવીને વેચાણ કરવામાં આવતું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલે 59 ટન A ગ્રેડનો કોલસો, 8 ટન મિક્સ કોલસો અને 35 ટન જેટલો વેસ્ટ કોલસો ઝડપી પાડ્યો છે.
પોલીસે 6 લાખથી વધુનો કોલસો, રોકડ 13 હજાર, મોબાઈલ, 2 ટ્રક, એક કાર અને લોડર મશીન મળી 45 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીની અટકાયત કરી છે, જ્યારે 4 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.