સુરત ટેકસટાઇલ માર્કેટમાં લાગેલી આગ મામલે રિલિફ ફંડ કમિટીની રચના, CR પાટીલે 11 લાખની સહાય કરી

સુરત: સુરતમાં શિવશક્તિ ટેકસટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં વેપારીઓને થયેલ આર્થિક નુકશાન બદલ મદદરૂપ થવા કમિટીની રચના કરવામાં આવી છે. ફોસ્ટા દ્વારા રિલિફ ફંડ કમિટીની રચના કરવામાં આવી છે. જે રિલીફ ફંડ કમિટીમાં રૂપિયા પાંચ હજારથી લઈ લાખો રૂપિયા સુધીની રાશિની લોકો સહાય કરી શકે છે. જેમાં ગુજરાત ભાજપ બીજેપી અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ જળસશક્તિ મંત્રી CR પાટીલે રિલીફ ફંડમાં 11 લાખની સહાય કરી છે.
આ અંગે સીઆર પાટીલે જણાવ્યું કે, ફોસ્ટાના પાંચ પ્રતિનિધિ મંડળના સભ્યો મુખ્યમંત્રીને મળશે. સરકાર તરફથી જે કોઈ સહાય મળે તે માટે રજૂઆત કરશે. અમારા તરફથી પણ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના થકી કઈ રીતે મદદ કરી શકાય તેના પ્રયાસ કરવામાં આવશે. હાલ 11 લાખ રૂપિયાની રાશી રિલીફ ફંડમાં શહેર ભાજપ તરફથી કરવામાં આવી છે.