July 2, 2024

સુરતમાં ટ્રાફિક નિયમન માટે 26 જંક્શન ઉપર 45 બમ્પ દૂર કર્યા

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં ટ્રાફિક નિયમન થાય અને સરળતાથી ટ્રાફિક વ્યવસ્થા ચાલે તે હેતુથી સુરત પોલીસ ટ્રાફિક શાખાના અધિકારીઓ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી. જેમાં લોકો સિગ્નલ મુજબ ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે મીટિંગમાં પરામર્શ થઈ હતી. આ બેઠકમાં સુરત શહેરમાં ટ્રાફિક નિયમનની સરળતા માટે 40થી વધુ જંક્શન ઉપર બમ્પર હટાવવાની કામગીરી હાથ ધરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરના કુલ 26 જંક્શન ઉપર 45 જેટલા બમ્પ દૂર કરી દેવામાં આવ્યા છે.

સુરત શહેરની ટ્રાફિક પોલીસ છેલ્લાં એક મહિનાથી ટ્રાફિક સિગ્નલ બાબતે કમર કસી રહી છે. બીજી તરફ સુરતીઓએ પણ સિગ્નલ ફોલો કરી પોલીસને સહકાર આપ્યો છે. જો કે, શહેરમાં કેટલીક એવી જગ્યાઓ કે જંક્શનો છે કે, જ્યાં મોટા સર્કલ, વધારે પ્રમાણમાં બમ્પરો આવ્યા છે, તેને કારણે વાહનચાલકોને ટ્રાવેલિંગમાં ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. સુરત શહેરમાં ટ્રાફિક નિયમન થાય અને સરળતાથી ટ્રાફિક વ્યવસ્થા ચાલે તે માટે શહેરના શહેરના કુલ 26 જંકશન ઉપર 45 જેટલા બમ્પ દૂર કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ વલસાડમાં NDRFની ટીમ સ્ટેન્ડબાય, 5 દિવસ ભારે વરસાદની આગાહી

આ બાબતે સુરત ટ્રાફિક પોલીસ ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યુ હતુ કે, સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં સિગ્નલનું યોગ્ય અમલીકરણ થાય તેમજ લોકોના ટ્રાવેલિંગ ટાઇમમાં ઘટાડો થાય તે માટે રોડ એન્જિનિયરિંગ સુધારા વધારા ચાલુ કરવામાં આવેલા છે. જેના ભાગરૂપે સુરત ટ્રાફિક પોલીસ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, એસએમસીના અધિકારીઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી. લોકો સિગ્નલ મુજબ ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે મીટિંગમાં પરામર્શ થઈ હતી.

આ બેઠકમાં સુરત શહેરમાં ટ્રાફિક નિયમનની સરળતા માટે 40થી વધુ જંક્શન ઉપર બમ્પર હટાવવાની કામગીરી હાથ ધરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે ત્રણ દિવસમાં શહેરના કુલ 26 જંક્શન ઉપર 45 જેટલા બમ્પ દૂર કરી દેવામાં આવ્યા છે. તેમજ સાયન્સ સીટી સર્કલ ખાતે સર્કલ નાનું કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. તેમજ ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકે તે માટે ઉમિયા સર્કલ પાસે 12 ફૂટનું ડિવાઇડર દૂર કરવામાં આવ્યું છે. હજુ પણ દરેક સર્કલો અને રોડ ઉપર ટ્રાફિક નિયમન અસરકારક રીતે કરી શકાય તે માટે આવનારા સમયમાં બમ્પ દૂર કરવાની મોટા સર્કલોની સાઈઝ નાની કરવાની ફ્રી લેપટોપ બનાવવાની ડિવાઈડર કટ બંધ કરવાની તેમજ જ્યાં જરૂરિયાત હોય તે ડિવાઈડર વધારવા માટેની પ્રક્રિયા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી કરવામાં આવશે.