ગરમીને લઈ સુરત ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય, શહેરના 213 સિગ્નલ બપોરે રખાશે બંધ

Surat: છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકાળી રહ્યા છે. આ વચ્ચે હવે સૂરત શહેરમાં અસહ્ય ગરમી વચ્ચે સૂરત ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય લીધો છે. સુરત ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું છે કે, હીટવેવને લઈને શહેરના 213 સિગ્નલ બપોરે બંધ રાખવામાં આવશે.
મળતી માહિતી અનુસાર ગરમીને કારણે સુરતમાં બપોરના સમય દરમિયાન શહેરીજનો માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. હિટવેવ અને લુથી બચી શકાય એ માટે શહેરના 213 સિગ્નલ બપોરે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ બપોરે 1 વાગ્યાથી 3:30 વાગ્યાં સુધી સિગ્નલ એક અઠવાડિયા માટે બંધ રહેશે. આ અંગે ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું છે કે, વાહનચાલકોને ગરમીથી રાહત મળી રહે એ માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: જામનગરમાંથી નકલી પોલીસ સામે નોંધાયો ગુનો, ધમકી આપ્યા 1.57 લાખ રૂપિયા પડાવ્યા