સુરતના ઉત્રાણ પોલીસની મોટી કાર્યવાહી, ઇંગ્લિશ દારૂના મોટા જથ્થા સાથે બે આરોપીની ધરપકડ
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/Surat-Crime-News-26.jpg)
સુરતઃ શહેરની ઉત્રાણ પોલીસે મોંઘીદાટ ઈંગ્લિશ દારૂની બોટલનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે બે આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, આરોપીઓએ મોટા વરાછા વિસ્તારમાં આવેલા રાધિકા કોમ્પ્લેક્સના પાર્કિંગમાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો. આરોપીઓ પાર્કિંગમાં કારમાં દારૂ સંતાડી બાઈક મારફતે ડિલિવરી કરતા હતા. ત્યારે મોંઘીદાટ દારૂની બોટલો લાવી વેચાણ કરતા હતા.
આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી બંને આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી દારૂનો જથ્થો, એક કાર, બે બાઈક, ત્રણ મોબાઈલ કબ્જે કર્યા છે. ઉત્રાણ પોલીસે આરોપીની ધરપકડ કરી 5.57 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.