September 20, 2024

દૂધી ડેરી પાસેનો બ્રિજ જર્જરિત, દુર્ઘટના થાય તો જવાબદાર કોણ?

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ શહેરી વિસ્તારમાં આવેલ દૂધી ડેરી પાસેનો રાજકોટ બાયપાસ પુલ તેમજ દુધરેજ નર્મદા કેનાલ પર રાજપર અને બાળા સહિત ચારથી પાંચ ગામને જોડતો કુલ જર્જરીત હાલતમાં હોવાથી વાહનચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ ગામ સહિત સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં પુલો જર્જરીત જોવા મળી રહ્યા છે. જ્યારે શહેરની મધ્યમાં આવેલી ભોગાવો નદી પર દૂધની ડેરી પાસેનો રાજકોટ બાયપાસને જોડતો પુલ તેમજ દુધરેજ નર્મદા કેનાલ પર આવેલો રાજપર બાળા સહિત પાંચ ગામને જોડતા પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે લોકો જીવના જોખમે વાહનચાલકો આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે. ત્યારે મોટી દુર્ઘટના ઘટશે તો તેનો જવાબદાર કોણ?

આ પણ વાંચોઃ દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ રોડ-ખેતરો ધોવાયાં, ધરતીપુત્રો ચિંતામાં

અનેક વખત સ્થાનિક લોકો દ્વારા પુલ બાબતે રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં કોઈપણ જાતની કામગીરી તંત્ર દ્વારા ન કરતું હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા માત્ર પુલ પર થીંગડા મારી અને કાગળ પર જ કામગીરી કરતા હોવાનો પણ સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે આવા જર્જરીત પુલો પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવે અથવા યોગ્ય રીપેરીંગ કામ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માગ છે.