સુરેન્દ્રનગરના વાગડીયામાં કાર્બોસેલની ખાણમાં વધુ એક શ્રમિકનું મોત, નાયબ કલેક્ટરે તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના વાગડીયામાં વાગડીયા ગામની સીમમાં કાર્બોસેલની ખાણમાં વધુ એક શ્રમિકનું મોત નિપજ્યું છે. વાગડીયા ગામની સીમમાં કાર્બોસેલની ખાણમાં શ્રમિકનું મોત નિપજતા તંત્રએ રાત્રે તપાસ હાથ ધરી હતી. કાર્બોસેલની ખાણમાં ગોપાલભાઇ ભુરાભાઈ નામના શ્રમિકનું મોત નિપજ્યું છે.
ચોટીલા નાયબ કલેક્ટરે વાગડીયામાં શ્રમિકના મોત મામલે તપાસ હાથ ધરી છે. નાયબ કલેક્ટરે વાગડીયા ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલના કૂવામાં રેડ પાડી હતી. શ્રમિકના મોતવાળી જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર ખાણોમાં અનેક મજૂરો મોતને ભેટ્યા છે. જેને લઈ ખનીજ વિભાગ અને પોલીસ સહિત તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. સ્થાનિક લોકોએ કાર્બોસેલની ગેરકાયદેસર ખાણો સામે કાર્યવાહી કરવા માગ કરી છે.