સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યરની હોસ્પિટલની તસવીરો થઈ વાયરલ

Suryakumar Yadav and Shreyas Iyer: ભારતીય ક્રિકેટ ટીમના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ દિવસોમાં ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. મુંબઈ તરફથી બુચી બાબુ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો છે. આ વચ્ચે કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. જે ફોટા જોઈને તમારું દિલ ચોક્કસ ખુશ થઈ જશે. શ્રેયસ અય્યર અને સૂર્યકુમાર યાદવ બંને ખેલાડીઓ કોઈમ્બતુરની શ્રી રામકૃષ્ણ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેઓ કેન્સરથી પીડિત બાળકોને મળ્યા હતા.

નાના ચાહકોને મળવા
સૂર્યકુમાર યાદવે અને શ્રેયસ અય્યર તેના નાના ચાહકોને મળવા માટે સમય કાઢ્યો હતો. જેઓ નાની ઉંમરમાં ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. બુચી બાબુ ટૂર્નામેન્ટમાં રમી રહેલા આ દિગ્ગજ ખેલાડીઓ હોસ્પિટલમાં જઈને મફત પેડિયાટ્રિક ઓન્કોલોજી વોર્ડમાં સારવાર લઈ રહેલા બાળકોને મળ્યા હતા. બાળકોએ પણ તેમના મનપસંદ ખેલાડીઓનું ગુલાબ આપીને સ્વાગત કર્યું હતું. બાળકોને પણ સૂર્યા અને શ્રેયસે મિની ક્રિકેટ બેટ પર ઓટોગ્રાફ આપ્યા હતા.

આ પણ વાંચો: ડોમેસ્ટિક સિરિઝ ઓસ્ટ્રેલિયા સામે રમવા ટીમ ઈન્ડિયા નક્કી, પ્રિન્સ ઓફ દ્રવિડ મેદાને

ખાસ ભેટ તૈયાર કરી
બાળકોએ પોતાના સ્ટાર ખેલાડી માટે ખાસ ભેટ તૈયાર કરી હતી. સૂર્યકુમાર યાદવ અને શ્રેયસે બાળકોને ફોટોગ્રાફ્સ આપવામાં આવ્યા હતા. આ સમયે બંને ખેલાડીઓએ ડૉક્ટર પાસેથી બાળકોની સ્થિતિ જાણી હતી. તમામ બાળકોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી.