T20 World Cup 2024ની સુપર-8ની ટીમ નક્કી, ભારતની આ 3 ટીમ સાથે મેચ

T20 World Cup 2024: ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 રાઉન્ડમાં ત્રણ ટીમો સામે હવે ટકરાશે. જેમાં પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે 20 જૂને રમશે. ક્રિકેટ 2024ના મહાકુંભ T20 વર્લ્ડ કપ માટે 8 ટીમ નક્કી થઈ ગઈ છે.

સુપર-8માં દરેક ટીમ 3-3 મેચ રમશે
અત્યાર સુધીમાં ભારત, અમેરિકા, ઈંગ્લેન્ડ,, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશની ટીમો સુપર-8 માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. સુપર-8માં ટીમોને ચાર-ચારના બે ગ્રુપમાં વહેંચી દેવામાં આવશે. જેમાં ટીમ સુપર-8 રાઉન્ડમાં ત્રણ મેચ રમશે. સુપર-8માં દરેક ગ્રૂપમાં ટોપ-2માં સ્થાન મેળવનારી ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થવાની છે.

ગ્રુપ-1: ભારત, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ

ગ્રુપ-2: અમેરિકા, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, અને દક્ષિણ આફ્રિકા

અફઘાનિસ્તાન સામે થશે
ભારતીય ટીમ સુપર-8ના ગ્રુપ-1માં છે. અહીં ટીમ ભારત બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે મેચ રમશે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સાથે 20 જૂને રમશે.રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની સામે હળવાશથી લેવાનો પ્રયાસ કરશે નહીં. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાને ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડ જેવી મોટી ટીમને હરાવી હતી.

આ પણ વાંચો: શું T20 વર્લ્ડ કપમાં રોહિત-વિરાટનું પ્રદર્શન ચિંતાનો વિષય? પૂર્વ ભારતીય ખેલાડીનું નિવેદન

સુપર-8માં ભારતીય ટીમનો સમયપત્રક

અફઘાનિસ્તાન અને ભારત – 20 જૂન, બાર્બાડોસ

ભારત અને બાંગ્લાદેશ- 22 જૂન, એન્ટિગુઆ

ભારત અને ઓસ્ટ્રેલિયા – 24 જૂન, સેન્ટ લુસિયા

T20 વર્લ્ડ કપ 2024 માટે સુપર-8 રાઉન્ડનું પૂર્ણ શેડ્યૂલ

જૂન 19: યુએસ વિ દક્ષિણ આફ્રિકા, એન્ટિગુઆ

જૂન 19: ઈંગ્લેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, સેન્ટ લુસિયા

જૂન 20 : અફઘાનિસ્તાન વિરુદ્ધ ભારત, બાર્બાડોસ

જૂન 20: ઓસ્ટ્રેલિયા વિ બાંગ્લાદેશ, એન્ટિગુઆ

જૂન 21: ઈંગ્લેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, સેન્ટ લુસિયા

જૂન 21: યુએસએ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, બાર્બાડોસ

22 જૂન: ભારત વિ બાંગ્લાદેશ, એન્ટિગુઆ

જૂન 22: અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, સેન્ટ વિન્સેન્ટ

જૂન 23: યુએસએ વિ ઈંગ્લેન્ડ, બાર્બાડોસ

જૂન 23: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, એન્ટિગુઆ

24 જૂન: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત, સેન્ટ લુસિયા

24 જૂન: અફઘાનિસ્તાન વિ બાંગ્લાદેશ, સેન્ટ વિન્સેન્ટ