June 30, 2024

ઓસ્ટ્રેલિયા સામે અફઘાનિસ્તાનની જીત થતાં ટીમ ઈન્ડિયાનું સમીકરણ બદલાયું!

T20 World Cup semi final scenario: T20 વર્લ્ડ કપના સુપર 8માં અફઘાનિસ્તાને સુપર 8માં ઓસ્ટ્રેલિયાને 21 રને હાર આપીને મોટો અપસેટ સર્જ્યો છે. મહત્વની વાત એ છે કે હવે સુપર 8ના ગ્રુપ Aમાં સેમીફાઈનલનો મુકાબલો વધારે રસપ્રદ બની ગયો છે. ગ્રુપ Aમાં ટીમ ઈન્ડિયા નંબર 1 પર છે. આવો જાણીએ કે સમીકરણ શું કહે છે.

સેમી ફાઈનલનો મુકાબલો
એક બાજૂ ભારતીય ટીમ પોતાની બંને મેચ જીતીને સેમીફાઈનલની નજીક પહોંચી ગઈ છે. તો બીજી બાજૂ અફઘાનિસ્તાનની જીતે ઓસ્ટ્રેલિયાનું સમીકરણને બગાડી દીધું છે. અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા ગ્રુપ Aમાં એક-એક જીત સાથે ટાઈ થઈ થયા છે તો બીજી બાજૂ ઓસ્ટ્રેલિયાની આગલી મેચ ભારત સાથે થશે. બીજી બાજૂ અફઘાનિસ્તાનની ટીમની ટક્કર બાંગ્લાદેશ સાથે થવાની છે.

સમીકરણ રસપ્રદ બન્યું
ઓસ્ટ્રેલિયા ભારત સામે હારશે અને અફઘાનિસ્તાનની ટીમ બાંગ્લાદેશ સામે જીતશે તો અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં પહોંચી જશે. આ બાજૂ જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી જશે અને બાંગ્લાદેશ અફઘાનિસ્તાનને હરાવે છે, તો ઓસ્ટ્રેલિયન ટીમ સેમિફાઇનલમાં પહોંચી જશે. જો ઓસ્ટ્રેલિયાની હાર થાય છે તો ભારતને નુકસાની થઈ શકે છે. ઈન્ડિયાની ટીમની આગામી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારી જાય છે, તો ભારતની ટીમના 4 પોઈન્ટ થઈ જશે અને ઓસ્ટ્રેલિયાના પણ 4 પોઈન્ટ થઈ જશે. અફઘાનિસ્તાનની ટીમ બાંગ્લાદેશ સામેની મેચમાં જીત પ્રાપ્ત કરે છે તો ત્રણેય ટીમોના પોઈન્ટ 4-4 થઈ જશે. જેના કારણે જે ટીમનો રન રેટ સારો હશે તે જ સેમીફાઈનલમાં જશે.

આ પણ વાંચો: David Miller પર ICCએ કરી મોટી કાર્યવાહી

રિઝર્વ દિવસ નથી
ભારતીય ટીમ પોતાના ગ્રુપમાં નંબર વન નહીં રહે તો ભારતીય ટીમે બીજી સેમીફાઈનલ રમવી પડી શકે છે. આઈસીસીએ બીજી સેમીફાઈનલ માટે કોઈ રિઝર્વ દિવસ રાખ્યો નથી. માનીલો કે બીજી સેમિફાઇનલ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવે છે તો સુપર 8માં તેના ગ્રુપમાં ટોચની ટીમ ફાઇનલ રમશે. જેના કારણે તમામ ટીમો માટે સુપર 8માં ટોચ પર રહેવું ખાસ છે.