July 2, 2024

ટોપ 10માંથી ‘તારક મહેતા…’ શો બહાર, જાણો પહેલા નંબરે કોણ

TRP Report: છેલ્લા 16 વર્ષથી લોકોના મનમાં રાજ કરતા કોઈ ‘શો’ હોય તો તે છે અસિત મોદીનો ‘તારક મહેતા’ અને રાજન શાહીનો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’. આ બંને શો એવા છે કે જે આજે પણ લોકોને પસંદ આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ વખતનો TRP રિપોર્ટ TMKOC ચાહકો માટે ખરાબ સમાચાર લઈને આવ્યો છે. આવો જાણીએ આ વખતે TMKOC કેટલા નંબર પર પહોંચ્યું.

ખરાબ સમાચાર આવ્યા સામે
BARCનો 20મા સપ્તાહનો TRP રિપોર્ટની વાત કરવામાં આવે તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. હવે આ શો ટોપ પર રહ્યો નથી. ટોપમાં તો થીક ટોપ 10માંથી પણ આ શો બહાર થઈ ગયો છે. હાલ આ શોના રેટિંગની વાત કરવામાં આવે તો 1.3 છે. જેના કારણે હવે અનુપમાનો શો ટીઆરપીની રેસમાં આગળ થઈ ગયો છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો શો પાછળ રહી ગયો છે.

આ પણ વાંચો: Shahrukh Khan KD હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, Mumbai જવા રવાના

આ શો પણ પાછળ
રિયાલિટી શો ‘ડાન્સ દીવાનેમાં આટલા બધા સિતારા હોવા છતાં તે પણ ટીઆરપીમાં પાછળ છે. માધુરી દીક્ષિત અને સુનીલ શેટ્ટીના ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને સિઝન 4’ની આ સપ્તાહની ટીઆરપી માત્ર 1.1 છે. નેહા કક્કરના સિંગિંગ રિયાલિટી સુપરસ્ટાર સિંગર સિઝનમાં પણ ટીઆરપીનું રેટિંગ 1 છે. હુમાના શોની ટીઆરપીની વાત કરવામાં આવે તો ખાલી 0.4 છે. દરેક શોમાં સારા સારા સ્ટાર છે એમ છતાં ટીઆરપીમાં પાછળ જઈ રહ્યા છે.

ટોપ 5 શો
આ અઠવાડિયામાં પ્રથમ સ્થાન પર અનુપમા છે. તેનો રેટિંગ 2.3 છે. ઝલક’, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’ની ટીઆરપી 2 છે. થોડા થોડા પોઈન્ટમાં તફાવતના કારણે બીજું, ત્રીજું અને ચોથું સ્થાન મેળવ્યું છે. ઉડને કી આશા’ 1.5 રેટિંગ સાથે 5માં સ્થાન પર છે.  હવે જોવાનું રહ્યું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો શો ફરી કયારે ટોપમાં સ્થાન મેળવે છે. કારણ કે સતત પાત્ર બદલી રહ્યા છે. જેના કારણે લોકોને હવે આ ‘શો’માંથી રસ ઉડતો જઈ રહ્યો છે.