March 14, 2025

આદિવાસી ભાઈ-બહેનોને ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવનારા સામે કડક પગલાં લેવાશેઃ હર્ષ સંઘવી

તાપીઃ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સોનગઢમાં મોરારિબાપુની રામકથામાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે, ‘આદિવાસી ભાઈ-બહેનો ભગવાનનું બીજું સ્વરૂપ છે. એવા ભાઈઓ અને બહેનોને ફોસલાવીને ખોટા રસ્તે લઈ જનારા લોકો સામે ગુજરાત સરકાર ગંભીરતાથી પગલાં લેશે.’

તેઓ વધુમાં કહે છે કે, ‘ભોળા આદિવાસી ભાઈઓ બહેનોને ખાસ કરીને ધર્મ પરિવર્તન બાબતે કોઈપણ પ્રકારે ખોટી રીતે ફસાવવામાં આવશે તો એવાં લોકોને કાયદાની બારી થકી બચાવવામાં કોઈપણ બારી નહીં બચે.’

ત્યારબાદ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પ્રભારી મંત્રી મુકેશ પટેલ દ્વારા મોરારી બાપુને તિલક કરી ધુળેટી પર્વની શુભેચ્છા આપવામાં આવી હતી. આ ઉપરાંત પૂર્વ મંત્રી ગણપત વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.