December 19, 2024

‘તારક મહેતા…’ ફેમ સોઢી થયા ગુમ, પોલીસ શોધખોળમાં લાગી

અમદાવાદ: ટીવીની પ્રખ્યાત સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના જુના રોશન સિંહ સોઢીને લઈને ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. સોઢી એટલે કે ગુરચરણ સિંહ ગુમ થઈ ગયા છે. એક્ટરના પિતા હરગીત આ વાતને કન્ફર્મ કરી છે. તેમણે કહ્યું કે, 22 એપ્રિલથી ગુરચરણ સિંહ ગુમ છે. પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ નોંધવવામાં આવી છે. પોલીસને તેમણે બધા ડોક્યુમેન્ટ પણ આપી દીધા છે. જેથી ગુરચરણને શોધવામાં મદદ મળી રહે. પોલીસે આશ્વાસન આવ્યું છે કે, બહું જલ્દી જ ગુરચરણને શોધી લેવામાં આવશે.

પિતાએ કહી આ વાત
હરગીત સિંહે કહ્યું કે, SHOએ મને ફોન કર્યો હતો અને આશ્વાસન આપ્યું હતું કે તેઓ ગુરચરણને જલ્દી જ શોધી લેશે. આશા રાખા છું કે ગુરચરણ એકદમ ઠીક હશે અને ખુશ હશે. એ જ્યાં પણ હોય ભગવાન તેની રક્ષા કરે. રિપોર્ટ અનુસાર, ગુરચરણની માતા છેલ્લા કેટલા સમયથી બીમાર છે. તેઓ હોસ્પિટલમાં દાખલ છે. પિતાએ કહ્યું કે, હવે તેઓ ઠીક છે અને ઘરે પણ આવી ગયા છે. પરિવાર અત્યારે ગુરચરણને લઈને ચિંતામાં છે. બધા લોકો પોઝિટિવ એટીટ્યુડ લઈને ચાલી રહ્યા છે. બધાને કાનુન અને ભગવાન પર પુરેપુરો ભરોસો છે. દિલ્હીના પાલન પોલિસ સ્ટેશનમાં ગુરચરણ સિંહના ગુમ થયા હોવાની રિપોર્ટ નોંધવામાં આવી છે. 25 એપ્રિલે ફરિયાદ નોંધાવામાં આવી છે.

આ પણ વાંચો: મણિપુરમાં સુરક્ષા દળોની સામે NDA માટે બળજબરીથી વોટિંગ કરાવવાનો કોંગ્રેસનો આરોપ

મહત્વનું છે કે, ગુરચરણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. પ્રેક્ષકોને તેમની બોલવાની રીત ખૂબ પસંદ આવી. તે જે ફની રીતે તેના ડાયલોગ્સ સંભળાવતા હતા. તેના દરેક લોકો ચાહક હતા. ગુરચરણ તેની ભૂમિકાથી ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયું હતું. એટલું જ નહીં ગુરચરણના ડાયલોગ્સને લઈને સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા હતા.

એ બાદ એક સમય એવો આવ્યો જ્યારે તેણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દીધો. શોની સાથે તેણે ઈન્ડસ્ટ્રીને પણ અલવિદા કહી દીધું. તેમને માતાની બીમારીની થોડી ચિંતા થવા લાગી. મુંબઈ છોડીને પંજાબમાં સ્થાયી થયા, જ્યારે ગુરચરણે શો છોડ્યો ત્યારે સમાચાર આવ્યા કે અસિત કુમાર મોદીએ તેમનો પૂરો પગાર ચૂકવ્યો નથી. તેણે ઘણા પૈસા રોકી રાખ્યા છે. ઉપરાંત બંને વચ્ચે કેટલીક રચનાત્મક સમસ્યાઓ ઊભી થઈ હતી, જેના કારણે ગુરચરણે શો છોડી દીધો હતો.