February 23, 2025

ટાટ અને ટેટ પાસ ઉમેદવારોએ સોમવારે ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

ફાઈલ ફોટો

ગાંધીનગર: ટાટ અને ટેટ પાસ ઉમેદવારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સોમવારે ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચીમકી આપી છે. 5 જેટલી પડતર માગો અને નિમણૂંકપત્રોને લઈ આંદોલનનું આહવાન કર્યુ છે. સોસિયલ મીડિયાના માધ્યમથી લોકોને આંદોલનમાં જોડાવવા આહવાન કર્યું છે.

ટેટ ટાટ ઉમેદવારોની મુખ્ય માગ:-

  1. શિક્ષણ સહાયક (9થી12)નું PML અને DV શેડ્યુલ પ્રસિદ્ધ કરો.
  2. ધોરણ 1થી8 વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓનું લીસ્ટ જાહેર કરો.
  3. અંદાજિત 5700 જૂના શિક્ષકો અને 1200 આચાર્યની બદલી કેમ્પના અંતે ખાલી પડતી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયકમાં જગ્યા વધારારૂપે સામેલ કરવામાં આવે.
  4. ગત વર્ષ મંજૂર થયેલ 2750 વિદ્યા સહાયકને ચાલુ ભરતીમાં જગ્યા વધારારૂપે સામેલ કરવામાં આવે.
  5. ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતીની તબ્બકાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂકપત્રો એનાયત કરવામાં આવે.