February 3, 2025

ટાટા સ્ટીલ માસ્ટર્સમાં ભરપૂર ડ્રામા, આર. પ્રજ્ઞાનંદે વિશ્વ ચેમ્પિયન ડી. ગુકેશને હરાવીને ઇતિહાસ રચ્યો

નવી દિલ્હીઃ ટાટા સ્ટીલ માસ્ટર્સમાં નવો ઈતિહાસ રચાયો છે. પ્રથમ વખત કોઈ ભારતીય આ ખિતાબ જીતવામાં સફળ રહ્યો છે. આર પ્રજ્ઞાનંદે સડન ડેથ મેચમાં વર્લ્ડ ચેમ્પિયન ડી. ગુકેશને હરાવીને ટાટા સ્ટીલ માસ્ટર્સ ચેસ ટાઇટલ જીત્યું હતું. રવિવારે અંતિમ રાઉન્ડના અંતે ટાઇ-બ્રેકર સેટ કર્યું હતું. ટુર્નામેન્ટના વિજેતાનો નિર્ણય ખૂબ જ નાટકીય રીતે કરવામાં આવ્યો હતો. ચાહકોને મેચ દરમિયાન આ સમગ્ર ડ્રામા જોવા મળ્યો હતો.

ગુકેશે વિશ્વ ચેમ્પિયનશિપ બાદ પહેલીવાર હારતા સાથીદાર અર્જુન એરિગૈસીની દમદાર રમતનો ભોગ બન્યો હતો. જ્યારે પ્રજ્ઞાનંદ વિન્સેન્ટ કેમર સામે હારી ગયો હતો, જેની ટેક્નિક અંતિમ દિવસે ઉત્તમ હતી. રસપ્રદ વાત એ છે કે, ચેસ પ્રેમીઓને 2013ની કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટની યાદ અપાવી હતી, જ્યાં નોર્વેના મેગ્નસ કાર્લસન અને રશિયાના વ્લાદિમીર ક્રામનિકે લીડ વહેંચી હતી, પરંતુ બંને હારી ગયા હતા. અંતે ઘણો ડ્રામા થયો કારણ કે, ગુકેશે ભૂલ કરી અને પ્રજ્ઞાનંદે વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો હતો.


આ પહેલા ભારતના સ્ટાર ચેસ પ્લેયર વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ નેધરલેન્ડના જોર્ડન વાન ફોરેસ્ટ સાથે ડ્રો રમ્યો હતો, જ્યારે ગ્રાન્ડમાસ્ટર આર પ્રગ્નાનંદે સર્બિયાના એલેક્સી સેરાનાને હરાવ્યો હતો. ટાટા સ્ટીલ માસ્ટર્સમાં 12મા રાઉન્ડ બાદ બંને ભારતીય ખેલાડીઓએ સંયુક્ત લીડ મેળવી હતી. પ્રજ્ઞાનંદે તેની સતત ત્રીજી જીત નોંધાવી અને તેનો સ્કોર સંભવિત 12માંથી 8.5 પર લઈ ગયો હતો, જે તેના દેશબંધુ ગુકેશ જેટલો જ હતો.

બંને ભારતીયો આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં રોમાંચક ફાઇનલ માટે તૈયાર હતા. કારણ કે તેમાંથી એક ટાઇટલ જીતે તેવી શક્યતા હતી. ભારે ડ્રામા વચ્ચે આર પ્રજ્ઞાનંદે વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશને હરાવીને ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો હતો.