July 6, 2024

TATAની નેનો EV કાર ટેસ્લાને ટક્કર આપશે!

Tata Nano

ભારતીય ઇલેક્ટ્રિક કારના માર્કેટમાં આ વર્ષ ખુબ જ જોરદાર સાબિત થઈ શકે છે. એક તરફ ટેસ્લા ભારતમાં પ્રવેશ કરશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તેની વચ્ચે ટાટા મોટર્સ તેની આઇકોનિક કાર નેનોનું ઇલેક્ટ્રિક વર્ઝન ભારતીય રસ્તાઓ પર લોન્ચ કરી શકે છે.

નેનો EVના ફિચર્સ

ટાટા મોટર્સ તેની નેનો ઈવીમાં EBD સાથે 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, બ્લૂટૂથ, 6 સ્પીકર્સ, પાવર સ્ટીયરિંગ, પાવર વિન્ડોઝ, એન્ટિ-લૉક બ્રેકિંગ સિસ્ટમ આપી શકે છે. આ ઉપરાંત, Tata Nano EVમાં અન્ય ઘણી હાઈ-ટેક સલામતી અને આવશ્યક સુવિધાઓ પણ હશે. જે ઘણીવાર ડ્રાઇવિંગ કરતી વખતે જરૂરી હોય છે.

આ પણ વાંચો: ફ્લોટિંગ વિલાનો આનંદ હવે ગુજરાતમાં, માલદીવના પૈસા બચશે

Tataની EV સેગમેન્ટમાં બેટરી

Tata તેની આગામી Tata Nano 2024 EV માં 15.5kwh પાવર સાથે બેટરી પેક આપી શકે છે. તમને જણાવી દઈએ કે આ સેગમેન્ટમાં અન્ય કંપનીઓની કારમાં તેનાથી ઓછી પાવરની બેટરી હોય છે. ઓટો એક્સપર્ટના મતે Tata Nano 2024 EVની રેન્જ 312 કિલોમીટર હશે. Tata Nexon EV પણ 312 કિમીની રેન્જ ધરાવે છે. મહત્વનું છેકે, ટાટા મોટર્સ Tata Nano 2024 EV દ્વારા તેના ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટને વધુ મજબૂત કરવા જઈ રહી છે.

Tata Nano 2024 EV ની કિંમત

ટાટા મોટર્સની આ આગામી ઇલેક્ટ્રિક કારની કિંમત ઇલેક્ટ્રિક સેગમેન્ટની કાર કરતાં ઘણી ઓછી હશે. નિષ્ણાતોના મતે Tata Nano 2024 EVની કિંમત 5 થી 7 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. ઉપરાંત ટાટા મોટર્સ ઓટો એક્સપો 2024માં ટાટા નેનો 2024 ઇવીનું અનાવરણ કરી શકે છે અને તેને વર્ષના અંત સુધીમાં ભારતમાં લોન્ચ કરી શકે છે.