નરાધમ શિક્ષકની કાળી કરતૂત… વિદ્યાર્થિનીને ધમકી આપી આચરતો રહ્યો દુષ્કર્મ
Ahmedabad: અમદાવાદમાં શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખોખરામાં વિદ્યાર્થીની પર શિક્ષકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રોગ્રેસીવ એજ્યુકેશન નામે સ્પોકન ઇંગલિશના સંચાલક જીગ્નેશ ગોહિલે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદના ખોખરામાં શિક્ષકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રોગ્રેસીવ એજ્યુકેશન નામે સ્પોકન ઇંગલિશના સંચાલક જીગ્નેશ ગોહિલ સામે આ અંગે ફરિયાદ કરવામાં આવી છે. સ્પોકન ઈંગ્લીશના ક્લાસ દરમિયાન વિદ્યાર્થિની અને શિક્ષક મળ્યા હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો બાદ દુષ્કર્મ ગુજાર્યુ હતું. શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીને અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. વિદ્યાર્થિનીએ કંટાળીને અંતે શિક્ષક વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જોકે, હવે
પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: હવે ચોરની ખેર નથી… દાહોદ પોલીસે ડ્રોનના લાઈવ ફુટેજથી આરોપીને દબોચ્યો