January 8, 2025

ટીમ ઈન્ડિયાના કેપ્ટનને આગામી સિરીઝમાં ના અપાઈ તક

Harmanpreet Kaur: વર્ષ 2025ની શરૂઆત ભારતીય ટીમ માટે સારી રહી નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટીમને મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. ભારતીય ટીમ તે શ્રેણી 1-3થી હારી ગઈ હતી. હવે આગામી સિઝન ભારતીય મેનની 22 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે આગામી સિરીઝ રમશે. બંને ટીમ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝનું આયોજન કરવામાં આવશે. મહિલા ટીમ ઈન્ડિયા 10 જાન્યુઆરીથી આયર્લેન્ડ સામે ત્રણ મેચની સિરીઝ માટે તૈયાર જોવા મળી રહી છે. આ સિરીઝ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. મહત્વની વાત તો એ છે કે રમનપ્રીત કૌરને આ સિરીઝમાં તક આપવામાં આવી નથી.

હરમનપ્રીત કૌરને આરામ આપવામાં આવ્યો
ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને આ સિરીઝ માટે સામેલ કરવામાં આવી નથી. તેને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીમમાંથી તેને બહાર કરી દેવામાં આવી છે. રેણુકા સિંહને પણ આરામ આપવામાં આવ્યો છે. છેલ્લી સિરીઝમાં તેનું પ્રદર્શન સારું જોવા મળ્યું હતું. વર્કલોડ મેનેજમેન્ટને કારણે BCCIએ આ મોટો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક, 2500 થી લઈને 3500 સુધીનો ભાવ બોલાયો

આયર્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમ
હરલીન દેઓલ, જેમિમાહ રોડ્રિગ્સ, ઉમા છેત્રી (વિકેટકીપર), રિચા ઘોષ (વિકેટકીપર), સ્મૃતિ મંધાના (કેપ્ટન), દીપ્તિ શર્મા (વાઈસ-કેપ્ટન), પ્રતિકા રાવલ, તેજલ હસાબનીસ, રાઘવી બિસ્ત, મિનુ મણિ, પ્રિયા મિશ્રા, તનુજા કંવર, તિતસ સાધુ, સાયમા ઠાકોર, સયાલી સતઘરે