IND vs ENG સિરીઝમાં ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી તક
IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ રમાવાની છે. આ સિરીઝની પહેલી મેચ 6 ફેબ્રુઆરીના રમાવાની છે. જેના માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ મેચ એટલા માટે ખાસ છે કારણ કે આ સિરીઝ રમ્યા પછી તરત ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી રમશે. ટીમ ઈન્ડિયા વનડે સિરીઝ પહેલા ઈંગ્લેન્ડ સામે ટી20 સિરીઝ રમશે.
મેચો ક્યારે અને ક્યાં રમાશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મેચ 6 ફેબ્રુઆરી રમાવાની છે. બીજી મેચ 9 ફેબ્રુઆરીએ રમાશે. જેમાં ટીમ ઈન્ડિયાની કમાન રોહિત સંભાળશે. મોહમ્મદ શમી ભારતની બોલિંગ યુનિટમાં પાછો ફર્યો છે. તેણે તેની છેલ્લી ODI મેચ 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં રમી હતી.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા જાહેર, રહિત શર્મા કેપ્ટન; શુભમન ગિલ વાઇસ-કેપ્ટન
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝની ટીમ ઈન્ડિયા
કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા.