September 21, 2024

દરેક Taddyનો હોય છે ખાસ અર્થ, તમે કયા રંગનો ગિફ્ટ કરશો?

Teddy Day: વેલેન્ટાઈન વીકનો આજે ચોથો દિવસ છે. જેને ટેડી ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. આજના દિવસે છોકરા છોકરીઓ એક બીજાને ટેડી બિયર ગિફ્ટ કરે છે. ટેડી બિયર એક એવું સોફ્ટ ટોય છે. જે જોવામાં સુંદર અને ખુબ જ ક્યૂટ લાગે છે. બાળકો અને છોકરીઓને તે ખુબ જ પસંદ આવે છે. આ પ્રમના માહોલમાં તમે પણ તમારા પાર્ટનરને આ ગિફ્ટ આપી શકો છો. તમે તમારી ક્રશ, ફ્રેન્ડ કે પછી ગર્લ ફ્રેન્ડને આજે ટેડી બિયર ગિફ્ટ કરી શકો છો. ટેડી બિયર પ્રેમ, કરૂણા, સુરક્ષાના અનુભવનું પ્રતિક છે. દરેક ટેડી બિયર અલગ અલગ પ્રકારના અનુભવની પ્રતિંતિ કરાવે છે.

ટેડી બિયરનો રંગ અને ડિઝાઈન ઘણા પ્રકારના સંદેશ આપી જાય છે. આ સંદેશમાં મિત્રતા, સંભાળ અને પ્રેમની લાગણીઓ પણ હોય છે.જો તમે પણ તમારી પ્રેમિકાને આજે ટેડી બિયર ગિફ્ટ કરવા માંગતા હો તો એક વખત જરૂર જાણી લેજો કે કેવા પ્રકારના ટેડી બિયર આપવાનો અર્થ શું થાય છે. એ બાદ જ તમે એમને ગિફ્ટ કરજો.

લાલ રંગ કહે દિલની વાત
જો તમે તમારા પાર્ટનરને આઈ લવ યુ કહેવા માંગ તા હો તો. તમારે લાલ રંગનું ટેડી બિયર ખરીદવાનું રહેશે. જેના હાથમાં હાર્ટ હોય જેમાં I LOVE YOU લખેલું હોય. તમે આ ટેડી બિયરની સાથે ચોકલેટ પણ આપી શકો છો. જેનો અર્થ થાય છે કે તમે આ સંબંધને વધારે મજબુત અને મીઠાસથી આગળ વધારવા માંગો છો. જો પાર્ટનર એક સાથે બે લાલ રંગના ટેડી બિયર ગિફ્ટ કરે તો લોન્ગ ડ્રાઇવ પર જવાની સાથે લંચ પણ કરી શકો છો.પિંક કલરનું ટેડી
પિંક કલરનું ટેડી આપવાનો અર્થ થાય છે કે હવે આપણી વચ્ચે પ્રેમ વધી રહ્યો છે. તમે બંન્ને પહેલા મિત્ર હશો, પરંતુ હવે આ રિલેશનશિપ કંઈક અલગ નજરથી આગળ વધી રહી છે. હવે એ તમારી ફ્રેન્ડી જગ્યાએ ક્રશ બની ગયો કે ગઈ છે. તમે આ પિંક ટેડીની સાથે એક લવ લેટર પણ આપી શકો છો.

યલ્લો ટેડી બિયર
પીળા રંગના ટેડી બિયરનો અર્થ થાય છે કે તમારો પ્રેમી તમને આજે પણ યાદ કરી રહ્યો છે. આ ઉપરાંત જો તમારા પાર્ટનર તમને ત્રણ પીળા રંગના ટેડી આપે છે તો તેનો અર્થ થાય છે કે તે આ દોસ્તીને વધારે ગાંઠ બનાવવા માંગે છે. આ ઉપરાંત જો બે પિંક કલરના ટેડી બિયર એક સાથે આપવામાં આવે તો તેનો અર્થ થાય છે કે તમારો પાર્ટનર તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માંગે છે. આથી તમે તેની સાથે મૂવી ડેટ કે પછી લોન્ગ ડ્રાઈ પર પણ જઈ શકો છો.

ટેડી બિયર શેપ ગિફ્ટ
જો તમે પ્રેમિકાની જગ્યાએ તમારા લાઈફ પાર્ટનર કે એક સારા ફ્રેન્ડને ટેડી ગિફ્ટ કરવા માંગતા હો તો તમે ટેડી શેરના બીજા ગિફ્ટ આપી શકો છો. આજકાલ માર્કેટમાં ટેડી બિયર શેરમાં કી-ચેન, પેંડેંટ, બ્રેસલેટ, કોફી મગ સરળતાથી મળી જાય છે.