June 30, 2024

‘તેલ લગાવો ડાબર કા, વિકેટ ગીરાવો બાબર કા…’ પંતે ઉડાવ્યો બાબરનો મજાક

IND vs PAK: T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાનની ટીમનો આમનો સામનો થવાનો છે. બંને ટીમ અત્યાર સુધીમાં 7 વખત આમને સામને આવી ગઈ છે. જેમાંથી 6 વખત ભારતની ટીમની જીત થઈ છે તો 1 વખત પાકિસ્તાનની ટીમની જીત થઈ છે. આજની મેચ શરૂ થાય પહેલા પંતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આવો જાણીએ કે શું છે આ વીડિયોમાં.

બાબર આઝમની મજાક ઉડાવી
T20 વર્લ્ડ કપ 2024ની શાનદાર મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. આ પહેલા રિષભ પંતે વિરોધી ટીમના કેપ્ટન બાબર આઝમની મજાક છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટીવી શોને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન તે બાબરની મજાક ઉડાવતો જોવા મળી રહ્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એન્કરે પૂછ્યું, “ભારત vs પાકિસ્તાન મેચમાં, આ નારાઓ ખૂબ લગાવવામાં આવે છે જેમ કે તેલ લગાઓ ડાબર કા, વિકેટ ગીરો બાબર કા. તો આ સાંભળીને પંત ખુબ હસે છે. જેના જવાબમાં પંતે કહ્યું કે એક ખેલાડી તરીકે જોવામાં આવે તો તે પણ તેના દેશ માટે ખુબ મહેનત કરે છે. પરંતુ તેમાં એક રસપ્રદ વાત એ છે કે કોઈ પણ ખેલાડીને તેના દેશ માટે ચોક્કસ લાગણી હોય છે. પંતે કહ્યું કે લ લગાઓ ડાબર કા, વિકેટ ગીરો બાબર કા આ બધું વધુ રસપ્રદ બનાવે છે.

https://twitter.com/flamboypant/status/1799497601617895792

આ પણ વાંચો: Team Indiaનો આ ખેલાડી પાકિસ્તાની ટીમ પર પડશે ભારે

T20 વર્લ્ડ કપ 2024 માટે બંને ટીમો

ભારતની ટીમ:સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, સંજુ સેમસન, શિવમ દુબે, જાડેજા, અક્ષર પટેલ, રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ. , જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

પાકિસ્તાન ટીમ:  હરિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ આમિર, બાબર આઝમ (કેપ્ટન), અબરાર અહેમદ, આઝમ ખાન, ફખાર, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, સામ અયુબ, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી, ઉસ્માન ખાન .