November 23, 2024

ઇન્વેસ્ટમેન્ટ કરાવી વધુ નફો આપવાની લાલચ આપી છેતરપીંડી કરતા તેલંગાણા બે આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: ઇન્વેસ્ટમેન્ટ કરાવી વધુ નફો આપવાની લાલચ આપી છેતરપીંડી કરતા તેલંગાણા બે આરોપી સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. એક આરોપી નિવૃત આર્મી જવાન તો બીજો કો-ઓપરેટીવ બેંકમાં ડિરેક્ટર છે. આરોપી ફ્રોડ નાં પૈસા ભાડાના ખાતામાં જમા કરાવી ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી વિદેશ મોકલતા હતા. આવો જાણીએ કે કેવી રીતે ચાઇના ગેંગ દ્વારા ચાલે છે આ ફ્રોડનું સ્ક્રેમ.

10 ટકા કમિશન મળતું
સાયબર ક્રાઇમ બ્રાન્ચ ની ગિરકતમાં રહેલ આરોપી અય્યપ્પા નરાવુલા અને વેંકટેશવરલું ઉર્ફે વેન્કી ની તેલંગાણાથી ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી ઓ કંમ્બોડિયાના ગેંગ સાથે મળી છેતરપિંડી રેકેટ ચલાવી રહ્યા હતા. આરોપીઓ ફ્રોડનાં પૈસા જમાં કરાવવા માટે બેંક ખાતામાં પ્રોવાઈડ કરતા અને ભારતીય રૂપિયા ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને ચાઇના મોકલતા હતા. જેના ભાગરૂપે આરોપીને 10 ટકા કમિશન મળતું હતું.

કન્વર્ટ કરી વિદેશ મોકલતા
આરોપી અય્યપ્પા નરાવુલા વર્ષ 2017 માં આર્મી માંથી નિવૃત થયા બાદ 3 વર્ષ થી સ્ટોક માર્કેટ અને ક્રિપ્ટો ટ્રેડિંગનું કામ છે. સાથે જ આરોપી વેંકટેશવરલું ઉર્ફે વેન્કી છેલ્લા 20 વર્ષથી શ્રીનીવાસા પદ્માવતી કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડમાં હૈદરાબાદમાં ડિરેક્ટર હતા. સાથો સાથ છેલ્લા 18 વર્ષ ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરવાના ક્લાસીસ ચલાવી રહ્યો છે. જે ક્લાસીસમાં આવતા લોકોને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરાવવાનું શિખડાવડાના નામે આરોપી વેંકટેશવરલું બેંકમાં ખાતા ખોલાવતો હતો. સાયબર ફ્રોડના પૈસા તે ખાતામાં જમા થયા બાદ તે પૈસા થી ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી વિદેશ મોકલતા હતા.

વધુ નફો મળશે તેવી જાહેરાતો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અય્યપ્પા નરાવુલા ટેલીગ્રામ મારફતે ચાઇનીઝ ગેંગ નાં સંપર્કમાં આવેલો. ત્યાર બાદ આ ગેંગના અન્ય સભ્યો સાથે મળી ફ્રોડના પૈસા ક્રીપ્ટોમાં કન્વર્ટ કરવાનું કામ કરતો હતો. ત્યારે આ ગેંગની મોડ્સ ઓપરેન્ડી વાત કર્યે તો અજાણ્યા વોટ્સએપ મોબાઈલ નંબરોથી શેર માર્કેટમાં રોકાણ કરવા માટે ગ્રુપ બનાવી અને ગ્રુપમાં લિંક મોકલીને લોકોને શેર માર્કેટ ઓછા નાણાંમાં વધુ નફો મળશે તેવી જાહેરાતો કરતા હોય છે.

આ પણ વાંચો: સોમનાથ ચિંતન શિબિરમાં ભૂપેન્દ્ર પટેલે ભારતની PM મોદીની તૈયાર કરેલ રંગોળી નિહાળી

સાયબર ફ્રોડથી અજાણ હોવાનું સામે આવ્યું
આરોપીઓ એક એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને તેમાં ખોટા આંકડા નાખી અલગ અલગ ભોગ બનાર વિશ્વાસમાં લેતા હતા. પરંતુ ભોગ બનાર જ્યારે રૂપિયા કાઢવાની કોશિશ કરે ત્યારે તેમની સાથે ફ્રોડ થયું છે તે સામે આવતું હતું. આ કંમ્બોડિયાના ચાઈનીઝ ગેંગ આ વોટ્સ એપ ગ્રૂપ હેન્ડલ કરતું હોવાનું સામે આવ્યું છે. ફ્રોડના રૂપિયા આરોપીના બેંક અલગ અલગ 109 ખાતામાં જમા થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ બન્ને આરોપીઓ રૂપિયાને USDTમાં કન્વર્ટ કરી વિદેશ મોકલી આપતા હતા. મહત્વનું છે કે બેંક ધારકોને સાયબર ફ્રોડથી અજાણ હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઇમએ તપાસ કરતા બન્ને આરોપી આ રીતે પાંચ જેટલા ગુનાઓ સામેલ હોવાનું આવ્યું છે. જેમાં બન્ને આરોપી ફ્રોડનાં પૈસા ખાતામાં જમા કરાવવાના અને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરાવવાનું કરતા હતા. ત્યારે હાલ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે કે અન્ય કેટલા લોકોની સંડોવણી રહેલી છે.