September 20, 2024

ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકે તો વાપરો આ મેસેજિંગ એપ્સ, મોજ પડી જશે

Telegram Ban: લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. કંપનીના સીઇઓ પાવેલ દુરોવની જ્યારથી ધરપકડ કરવામાં આવી છે ત્યારથી ટેલિગ્રામને લઈને અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. હવે એવી ચર્ચા પણ થઈ રહી છે કે ટેલિગ્રામ પર ભારતમાં ટેલિગ્રામ લાગી શકે છે. જો ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ છે તો મેસેજિંગ માટે તમારી પાસે શું વિકલ્પો છે. આવો જાણીએ.

વોટ્સએપ
જો ટેલિગ્રામ પર પ્રતિબંધ છે લાગી જાઈ છે તમે WhatsAppનો ઉપયોગ કરી શકો છો. દુનિયામાં 3 અબજથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે WhatsApp એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ફીચર સાથે આવે છે જેથી તમારા સંદેશાઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. આ સાથે તેમાં પર્સનલ ચેટિંગ સિવાય તમને ગ્રુપ ચેટ, વોઈસ ચેટ, વીડિયો કોલ, સ્ટેટસ અને ઓનલાઈન પેમેન્ટ જેવી સુવિધાઓ પણ મળી રહે છે.

સિગ્નલ
ટેલિગ્રામની જેમ સિગ્નલ પણ તેની સુરક્ષા સુવિધાઓ માટે જાણીતું છે. વોટ્સએપની જેમ તે પણ સંપૂર્ણપણે એન્ક્રિપ્ટેડ મેસેન્જર છે. જે તમારી માહિતીને સુરક્ષિત રાખે છે. આ એપ્લીકેશન યુઝર્સને ગ્રુપ ચેટ, વોઈસ અને વિડીયો કોલ અને સ્ટેટસ અપડેટ જેવી સુવિધાઓ પણ પૂરી પાડે છે.

આ પણ વાંચો: iPhone 16 સિરીઝમાં થશે આ પાંચ મોટા ફેરફાર

મેટરમોસ્ટ
મેટરમોસ્ટ વોટ્સએપ અને ટેલિગ્રામ જેટલું લોકપ્રિય નથી પરંતુ તેને તમે મેસેજિંગ એપ્લિકેશન તરીકે ઉપયોગ કરી શકો છે. તેમાં તમને વધારે સુરક્ષા મળી રહેશે. અન્ય એપ્લિકેશન્સની જેમ, તે પણ એક એન્ક્રિપ્ટેડ મેસેન્જર છે. આ એપમાં તમને વોઈસ કોલ, વીડિયો કોલ, ગ્રુપ ચેટ અને સ્ટેટસ અપડેટની સુવિધા પણ મળે છે.