February 22, 2025

‘Thank You God’, છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલની કરી નવી પોસ્ટ

Yuzvendra Chahal Post: ભારત ટીમના સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. પરંતુ તે તેના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. ચહલ અને તેની પત્ની વચ્ચે કંઈ થીક ચાલી રહ્યું નથી. આ વચ્ચે ચહલે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. જેમાં ચહલે ભગવાનનો આભાર માન્યો હતો. આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. આવો જાણીએ વધુ માહિતી.

આ પણ વાંચો: IND vs BAN: રોહિત શર્મા આ સુપરસ્ટારને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપશે કે નહીં?

ચહલે શું લખ્યું પોસ્ટમાં?
ચહલે પોસ્ટમાં લખ્યું કે તેના કરતાં પણ વધારે, ભગવાને હંમેશા મારું રક્ષણ કર્યું છે.’ હું એવા સમયની કલ્પના કરી શકું છું કે જ્યારે હું બચી ગયો છું. ભગવાનનો આભાર કે તમે હંમેશા ત્યાં જ હતા. આ સમયે પણ મને ખબર ના હતી. ચહલે અને તેની પત્નીના છૂટાછેડા થયા છે કે નહીં તે વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ એકબીજાને તેઓએ ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી માહિતી પ્રમાણે ચહલના ચાહકોએ દાવો કર્યો છે કે છૂટાછેડાના કિસ્સામાં તેણે ધનશ્રી વર્માને 60 કરોડ રૂપિયાનું ભરણપોષણ ચૂકવવું પડશે.