September 18, 2024

કરજણ ડેમના બેકવોટરથી બની ગઈ સુંદર ઝીલ, પ્રવાસીઓનું આવ્યું ઘોડાપૂર

નર્મદા: ચોમાસામાં નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદ્રયથી ખીલી ઉઠે છે ત્યારે કરજણ ડેમમાં પાણીની અવાક થતા જેના બેકવોટરથી માંડણ ગામે સુંદર ઝીલનું નિર્માણ થાય છે વરસાદમાં ડુંગરો પાસે નજીકમાં સુંદર ધોધ પડે છે. એટલે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. પ્રવસીઓ સેલ્ફી અને ફોટો પાડી મોઝ કરી રહ્યા છે.

માંડણ ગામ એક નાનકડું ગામ છે પરંતુ કરજણ જળાશયના પાછળના ભાગે આવેલું હોય આ ગામે સુંદર ઝીલ નિર્માણ થતી હોય પ્રવાસીઓ અહીંયા મોટી સંખ્યામાં આવે છે. ખાસ કરીને ચોમાસામાં આ જગ્યા મનમોહક બની જાય છે. સુંદર સ્થળ બની જાય છે.

કરજણ ડેમની હાલ જળ સપાટી 107.93 મીટર છે અને અને કરજણ જળાશયમાં 324.75 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જળ સંગ્રહિત છે. ડેમ 65 ટકા ભરાયેલો છે એટલે માંડણ ગામ સુધી પાણીની સુંદર ઝીલ બને છે, જે ખુબ આહલાદક લાગે છે. એટલે ખાસ વરસાદમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીંયા આવે છે. સાથે અહીંના આદીવાસીઓ માટે આ જગ્યા આશીર્વાદ રૂપે સાબિત પણ થાય છે કારણ કે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા અહીંના સાથિક લોકોને રોજગારી પણ વધુ મળી રહે છે.

અહીં આવતા પ્રવસીઓ પણ ઈચ્છે છે કે આ જગ્યાને સરકાર દ્વારા ડેવલોપ કરવામાં આવે તો કાયમ માટે અહીં પ્રવસીઓ આવે અને એક મોટું પ્રવાસન ધામ પણ બની શકે છે.