November 22, 2024

દેશની સૌથી અમીર મહિલાએ કોંગ્રેસનો સાથ છોડ્યો

Jindal Group: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આ સાથે જ રાજકીય પાર્ટીઓમાં નવા જુની થવાની પણ શરૂઆત થઈ ગઈ છે. જેમાં આજે કોંગ્રેસ પાર્ટીમાંથી મોટા સમાચાર મળી રહ્યા છે. દેશના સૌથી અમીર મહિલા અને કોંગ્રેસના નેતા સાવિત્રી જિંદાલે પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. ઓપી જિંદલ સમૂહના ચેરમેન અને હરિયાણાના પૂર્વ મંત્રી સાવિત્રી જિંદાલે મોડી રાત્રે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે. સાવિત્રીજીએ કોંગ્રેસના પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામું આપી દીધું છે.

એક્સમાં પોસ્ટ કરી રાજીનામાંની કરી પુષ્ટી
સાવિત્રી જિંદાલે બુધવામે મોડી રાત્રે એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરીને પોતાના રાજીનામાની પુષ્ટી કરી છે. તેમણે લખ્યું કે, મે મારા પરિવારની સલાહ પર કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામું આવ્યું છે. મને એક સાંસદ તરીકે 10 વર્ષ સુધી હિસારના લોકોનું પ્રતિનિધિત્વ કર્યું છે. એક મત્રીના રૂપમાં મે નિસ્વાર્થ ભાવથી હરિયાણા રાજ્યની સેવા કરી છે. હિસારની જનતા મારો પરિવાર છે. અને આજ પરિવારની સલાહથી હું કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સદસ્યતા પદ પરથી રાજીનામું આપી રહી છું.

નેટવર્થ રૂ. 2 લાખ કરોડથી વધુ
ભારતની સૌથી ધનાઢ્ય મહિલાઓમાં ટોચ પર રહેલી 84 વર્ષના સાવિત્રી જિંદાલ જિંદાલ ગ્રુપનો વિશાળ બિઝનેસ સંભાળી રહી છે. 28 માર્ચ, 2024 સુધીમાં સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ 29.6 બિલિયન છે. જે ભારતીય રૂપિયામાં લગભગ 2.47 લાખ કરોડ રૂપિયા છે. દેશની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં તેમનું નામ પ્રથમ આવે છે, જ્યારે સાવિત્રી જિંદાલ વિશ્વના ટોચના અબજોપતિઓમાં 56માં સ્થાને છે.

સાવિત્રી જિંદાલની રાજકીય કારકિર્દી
ઓપી જિંદાલ ગ્રુપના ચેરપર્સન સાવિત્રી જિંદાલે 10 વર્ષ સુધી હિસાર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું અને હરિયાણા સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી. 2005માં વિમાન દુર્ઘટનામાં તેમના પતિ અને જિંદાલ ગ્રુપના સ્થાપક ઓપી જિંદાલના મૃત્યુ પછી જિંદાલ હિસાર મતવિસ્તારમાંથી હરિયાણા વિધાનસભા માટે ચૂંટાયા હતા. તેણી 2009 માં હિસારથી ફરીથી ચૂંટાઈ આવ્યા હતા અને ઓક્ટોબર 2013 માં હરિયાણા સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. 2006 માં તેમણે શહેરી સ્થાનિક સંસ્થાઓ અને આવાસ રાજ્ય મંત્રી તરીકે કામ કર્યું, પરંતુ 2014ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હિસારથી તેમને હારનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચો: કોંગ્રેસને વધુ એક ફટકો, લુધિયાણાના સાંસદ રવનીત બિટ્ટુ ભાજપમાં જોડાયા

જિંદાલ ગ્રુપનો બિઝનેસ ઘણા દેશોમાં
આજે સાવિત્રી જિંદાલનો બિઝનેસ ઘણા સેક્ટરમાં ફેલાયેલો છે. જેમાં સ્ટીલ, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિમેન્ટ, ઈન્વેસ્ટમેન્ટ અને પેઈન્ટ સેક્ટરનો સમાવેશ થાય છે. JSW ગ્રુપ માત્ર દેશમાં જ નહીં પરંતુ ભારતની બહાર પણ મોટો બિઝનેસ ધરાવે છે. કંપની અમેરિકા, યુરોપ અને યુએઈથી ચિલી સુધી બિઝનેસ કરે છે. સાવિત્રી જિંદાલ પહેલા તેમના પુત્ર નવીન જિંદાલ પણ કોંગ્રેસ છોડીને તાજેતરમાં ભાજપમાં જોડાયા હતા. જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડના ચેરમેન નવીન જિંદાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કુરુક્ષેત્ર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે નવીન જિંદાલ 2004 થી 2009 અને 2009 થી 2014 સુધી કુરુક્ષેત્રથી કોંગ્રેસના સાંસદ રહી ચુક્યા છે.