ઈરાનના બંદર પર વિસ્ફોટમાં મૃત્યુઆંક વધ્યો, અત્યાર સુધીમાં 18 લોકોના મોત અને 750 ઘાયલ

Iran: દક્ષિણ ઈરાનના હોર્મોઝગન પ્રાંતના બંદર અબ્બાસ શહેરમાં શાહિદ રાજાઈ બંદર પર શનિવારે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા અને 750 થી વધુ ઘાયલ થયા. વિસ્ફોટ કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે
એવું માનવામાં આવે છે કે આ વિસ્ફોટ મિસાઈલ પ્રોપેલન્ટ બનાવવા માટે કથિત રીતે ઉપયોગમાં લેવાતા રાસાયણિક પદાર્થના શિપમેન્ટ સાથે જોડાયેલો છે. પરંતુ, ઈરાનમાં કોઈએ સીધું કહ્યું નથી કે આ વિસ્ફોટ કોઈ હુમલાને કારણે થયો હતો.
વિસ્ફોટથી નજીકની ઇમારતો અને કારને ભારે નુકસાન થયું
વિસ્ફોટથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા અને નજીકની ઇમારતો અને કારને ભારે નુકસાન થયું. શનિવારે ઈરાની અને યુએસ અધિકારીઓ તેહરાનના ઝડપથી આગળ વધી રહેલા પરમાણુ કાર્યક્રમ પર ત્રીજા રાઉન્ડની વાટાઘાટો માટે ઓમાનમાં મળ્યા ત્યારે વિસ્ફોટ થયો.
આ પણ વાંચો: ભારતમાં સૌપ્રથમ હાઇટેક સિસ્ટમવાળું સોના-ચાંદીનું ATM મશીન સુરતમાં લોન્ચ કરાયું
જોકે, વાટાઘાટોનું નેતૃત્વ કરી રહેલા ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ પણ બુધવારે સ્વીકાર્યું કે “અમારી સુરક્ષા સેવાઓ અગાઉના ઉદાહરણોને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ પર છે.” જોકે, ઘાયલોને નજીકના તબીબી કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. પડોશી ફાર્સ પ્રાંતની રાજધાની શિરાઝમાં 90 બેડની એક હોસ્પિટલને પણ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે તૈયાર રાખવામાં આવી છે.