December 3, 2024

રાજકોટમાં વિદ્યાર્થીના આપઘાતનો મામલો, નોટિસ ફટકાર્યા બાદ પણ શિક્ષિકા પોલીસ પકડથી દૂર

Rajkot: રાજકોટના લોધીકા તાલુકામાં એક વિદ્યાર્થીનો આપઘાતનો કેસ હજુ પણ ચર્ચામાં છે. મોટવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ વિડિયો બનાવી આપઘાત કરી લીધો હતો. જોકે, ફરિયાદ નોંધાયા બાદ આચાર્ય અને શિક્ષિકાઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. વિદ્યાર્થી આપઘાત મામલે DEO દ્વારા આચાર્ય અને બંને શિક્ષીકાને નોટિસ ફટકારાઈ છે.

મળતી માહિતી અનુસાર રાજકોટના લોધીકા તાલુકામાં એક વિદ્યાર્થીના આપઘાત મામલામાં શિક્ષિકા હજુ પણ પોલી પકડથી દૂર છે. નોંધનીય છે કે, શાળામાં ગેરહાજર રહેતા જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે. જોકે હાલ આ મામલે કોઈ વધું ખુલાસા થયા નથી.

આ પણ વાંચો: તુર્કીની રાજધાનીમાં મોટો આતંકી હુમલો, 4 લોકોના મોત; 2આતંકીઓ ઠાર

ઉલ્લેખનીય છે કે, ધો.11માં અભ્યાસ કરતા ધ્રુવિલ વરુએ શિક્ષકોના ત્રાસથી આપઘાત કર્યો હતો. આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ અને વિડીયો બનાવીને શિક્ષકોના ત્રાસની વાત કરી હતી. વિદ્યાર્થીએ શિક્ષકનાં દબાણના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરતા ખળભળાટ મચી ગયો હતો. મોટવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત પહેલા વિડિયો બનાવ્યો હતો. વિદ્યાર્થીએ શિક્ષકનાં દબાણના કારણે આપઘાત કર્યો હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. જે બાદ પરિવાર સાથે સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી હતો. વાતની ગંભીરતાને લઈને શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે.