December 23, 2024

જર્મન સરકાર કરશે કૃષિ સબસિડીમાં ઘટાડો, બર્લિનમાં ખેડૂતોનો વિરોધ!

જર્મની: વિશ્વમાં લગભગ બધાજ દેશના અર્થતંત્રને મજબૂત રાખવામાં કૃષિ ઉત્પાદનો પર વધારે ધ્યાન આપાતું હોય છે. ખેડૂતોના હિત માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની સબસિડી સહાય માટે અપાતી હયો છે. તેવામાં હાલ આ કૃષિ સબસિડિને લગતા મુદ્દાને કારણે જર્મની સરકાર સામે ખેડૂતોનું પ્રદર્શન કરતો મુદ્દો સામે આવ્યો છે. જર્મનીની ગઠબંધન સરકાર હાલ પૈસાની બચતને ધ્યાનમાં લઇને ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ઘટાડવાની તૈયારી કરી રહી છે. કૃષિ ક્ષેત્રને લગતી કેટલીક સબસિડીને સમાપ્ત કરવાની સરકારની યોજના સામે વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોએ સરકારને ચેતવણી આપી દીધી કે જો સરકાર દ્વારા સબસિડી પાછી ખેંચવામાં આવશે તો તેઓ દેશભરમાં વિરોધ અને આંદોલન કરશે. નોંધનીય છે કે 18 ડિસેમ્બરે હજારો ખેડૂતો વિરોધ કરવા માટે જર્મનીની રાજધાની બર્લિન શહેર પહોંચ્યા હતા. ખેડૂતોએ ટ્રેક્ટર સાથે પરેડ પણ કાઢી હતી.
ઉલ્લેખનીય છે કે હાલમાં જર્મનીની ગઠબંધન સરકારે 2024 માટે બજેટની જાહેરાત કરી હતી. લાંબી ચર્ચાઓ બાદ, ગઠબંધન સરકારની ત્રણેય પાર્ટીઓ – જર્મન સોશિયલ ડેમોક્રેટ્સ (SPD), ગ્રીન પાર્ટી અને ફ્રી ડેમોક્રેટ્સ (FDP) સાથે મળીને બજેટ પર સહમતિ બની હતી. ચાન્સેલર ઓલાફ સ્કોલ્ટ્ઝે નિવેદન આપ્યું કે, “સરકાર તેના નિર્ણય પર અડગ રહેશે, પરંતુ અમારે તે ઓછા પૈસાથી કરવું પડશે જેથી બચક કરી શકાય.

બર્લિનમાં વિરોધ કરવા ખેડૂતો એકઠા થયા

બજેટમાં અર્થતંત્ર અને બચતનો હેતુ
આ નિર્ણયને કારણે જર્મની સરકાર ખેડૂતોને આપવામાં આવતી સબસિડીમાં વાર્ષિક આશરે 90 કરોડ યુરો બચાવવા માંગે છે. જેમાં કૃષિ હેતુઓમાં વપરાતા ડીઝલ પર આંશિક ટેક્સ રિફંડ આપવા અને કૃષિ વાહનો પર ટેક્સ મુક્તિ નાબૂદ કરવાની યોજના છે. બીજી બાજુ ખેડૂતોનું કહેવું છે કે તેનાથી તેમના રોજગાર પર અસર પડશે. ખેડૂતોના મતે, આ સરકારના આ નિર્ણયથી તેમના પર આર્થિક બોજ તો વધશે. જેના કારણે જર્મન ફાર્મર્સ એસોસિએશન સહિત મોટાભાગના ખેડૂતો આ સબસિડી નાબૂદ કરવાનો વિરોધ કરી રહી છે. વધુમાં ખેડૂતોએ ચેતવણી આપી છે કે આ પગલાંથી કૃષિ ક્ષેત્રને ઘણું નુકસાન થશે. આ ઉપરાંત રોજગારીની તકો પણ ઘટશે અને ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘવારી વધશે. બર્લિનમાં ઘણા ખેડૂતો વિરોધ કરવા માટે એકઠા થયા હતા, જેના કારણે શહેરમાં ઘણી જગ્યાએ ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થઇ હતી. ખેડૂત સંગઠનોએ ચેતવણી આપી હતી કે અમે દેશભરમાં ભરપૂર વિરોધ પ્રદર્શન કરીશું.

રાજકીય પાર્ટીમાં પણ મતભેદ
કૃષિ સબસિડીને લઇને આ ગઠબંધન સરકારમાં મતભેદ થઇ શકે તેવી સંભાવના છે. હકીકતે ગ્રીન પાર્ટી દ્વારા આ મુદ્દાને લઇને અસહમતી દેખાઇ રહી છે કારણે ગ્રીન પાર્ટીના વરિષ્ઠ નેતા અને કૃષિ મંત્રી ખેડૂતોના આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

પર્યાવરણ સંસ્થાઓ સબસિડી દૂર કરવાની તરફેણમાં
પર્યાવરણ સંસ્થાઓએ જણાવ્યું હતું કહે છે કે ખાદ્યપદાર્થોની વધતી કિંમતો અને સતત સબસિડીને લધે આર્થિક નુકસાનનો સામનો કરી શકે છે. ગ્રીનપીસના કૃષિ નિષ્ણાતે જણાવ્યું કે, “કૃષિમાં વપરાતા ડીઝલ માટે સરકારની સબસિડી મોંઘી છે અને પર્યાવરણ માટે નુકસાનકારક છે. જેથી સબસિડિનો અંત લાવવો જોઈએ.”

જર્મન ફાર્મર્સ એસોસિએશન દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં દેશભરના ખેડૂતોએ ભાગ લીધો હતો.