December 22, 2024

વિશ્વામિત્રીના પૂરે હણ્યું વડોદરાવાસીઓનું નૂર

વડોદરામાં ભારે વરસાદ થતાં તંત્રના પાપે શહેર ડૂબ્યું છે. રહીશોનો સામાન, સાધન, વાહનો.... બધુ જ ડૂબી ગયું. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયાં પણ તંત્રના પેટનું પાણી સુધ્ધા નથી હલ્યુ, એક તરફ ઘરોમાં પાણી અને બીજી તરફ રસ્તાના પાણીમાં મગરે શહેરને 'મગરોદરા' બનાવ્યું છે.