January 31, 2025

વધુ એક હોસ્પિટલનો કાંડ આવ્યો સામે… પગની જગ્યાએ કર્યું હૃદયનું ઓપરેશન

Ahmedabad: ખ્યાતિકાંડને લઈને રોજ નવા ખુલાસા થાય છે. ત્યારે ફરી એકવખત ખ્યાતિકાંડ જેવી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જાસ્કા ગામના પૂજારીને પગમાં તકલીફ હતી અને તેનું બાયપાસ કરી નાખતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના ચાંદખેડા ખાતે આવેલી એસ.એમ.એસ હોસ્પિટલની છે. તેમજ સ્ટેન્ડ મૂકવાની વાત કરી દર્દી પાસેથી 3 લાખ લીધા હોવાની વાત પણ સામે આવી છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના ચાંદખેડા ખાતે આવેલી એસ.એમ.એસ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. એસ.એમ.એસ હોસ્પિટલમાં જાસ્કા ગામના પૂજારીને પગમાં તકલીફ હતી અને તેનું બાયપાસ કરી નાખતા ચકચાર મચી ગઈ છે. તેમજ સ્ટેન્ડ મૂકવાની વાત કરી દર્દી પાસેથી 3 લાખ લીધા હોવાની વાત પણ સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પૂજારી કિશોરગીરી ગોસ્વામીને પગમાં તકલીફ થઇ હતી. સારવાર માટે જતા પગને બદલે હૃદયનું ઓપરેશન કરી નાખ્યું છે. જેને લઈને ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને આ મામલે અરજી કરવામાં આવી છે.

આ પણ વાંચો: નાસભાગ બાદ મહાકુંભમાં અમૃત સ્નાન ચાલુ, CM યોગીએ લોકોને કરી આવી અપીલ

સતત અપડેટ ચાલુ છે….