September 20, 2024

ઇલેક્ટ્રિશિયનનું કામ કરનાર પિતાનાં પુત્રએ CS ફાઇનલમાં અમદાવાદમાં ક્રમાંક મેળવ્યો

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: અમદાવાદમાં મોલમાં ઇલેક્ટ્રિશિયનનું કામ કરનાર પિતાનાં પુત્રએ CS ફાઇનલમાં અમદાવાદમાં ક્રમાંક મેળવ્યો છે. જૂન માસમાં લેવાયેલ CS એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ કોર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદનાં ચાર વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોગ્રામમાં ટોપ કરીને પરિવારનું નામ રોશન કર્યું છે. અમદાવાદ ચેપ્ટરના પરિણામની વાત કરવામાં આવે તો પ્રોફેશન પ્રોગ્રામ નવા કોર્સમાં પરિણામ ફક્ત સાત ટકા જ્યારે જુના કોર્સનું પરિણામ પાંચ ટકા આવ્યું છે. તો બીજી તરફ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં જૂના સિલેબસનું પરિણામ 4.29 ટકા જ્યારે નવા સિલેબસનું પરિણામ 13.37% આવ્યું છે.

ઋષિકેશભાઈ સાહુ અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલ મોલમાં AC મેન્ટેનન્સનું કામ કરે છે. પરંતુ તેમનાં દીકરા માટેના સ્વપ્ન તેમના ઊંચા છે. દિવસ-રાત મહેનત કરીને તેઓએ તેમના દીકરાને સીએસ બનાવ્યો છે. દીકરા અભિજિત સેન સાહુએ અમદાવાદમાં પ્રથમ ક્રમાંક મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે. અભિજીતનું કહેવું છે માતા-પિતાએ તેની પાછળ એટલી મેહનત કરી છે કે જેટલો આભાર માનીએ એટલો ઓછો પડે. ઘરનું એકપણ કામ તેઓએ કરવા દીધું નથી. મારો ફોકસ ફક્ત અભ્યાસ પર રહેતો હતો.

આ પણ વાંચો: ચાકુ, નેઇલ કટર અને ચાવી ગળી ગયો યુવક, ઓપરેશન બાદ ડોક્ટરે પણ માથું પકડી લીધું

તો CS પ્રોફેશનલ ન્યૂ કૉર્સમાં રોહન પંજવાનીએ શહેરમાં પ્રથમ અને ઓલ ઈંડિયા 5મો ક્રમાંક મેળવ્યો છે. રોહને સક્સેસ મંત્ર વિશે ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાઇટીંગ પ્રેક્ટિસ એના માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહી પરીક્ષાના ત્રણ મહિના અગાઉથી જ પેપર રાઇટીંગ પ્રેક્ટિસ કરી હતી. જેના કારણે તેના એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં ઉપરાંત પ્રોફેશનલ પ્રોગ્રામમાં ઓલ ઇન્ડિયા રેન્કિંગ મેળવવામાં સફળતા મળી છે.

CSનાં પરિણામની વાત કરવામાં આવે તો પ્રોફેશનલ પ્રોગ્રામમાં જુના કોર્ષનું પરિણામ મોડ્યુલ એકમાં 28.97 ટકા જ્યારે મોડ્યુલ બે નું પરિણામ 32.8% અને 35.5 ટકા પરિણામ મોડ્યુલ ત્રણનું આવ્યું છે. જ્યારે નવા કૉર્સની વાત કરવામાં આવે તો ગ્રુપ 1 નું પરિણામ 28.42 ટકા જ્યારે ગ્રુપ ટુનું પરિણામ 36.90 ટકા આવ્યું છે.

એક્ઝિક્યુટિવ પ્રોગ્રામની વાત કરવામાં આવે તો જુના સિલેબસ પ્રમાણે મોડ્યુલ એકનું પરિણામ 25.36 જ્યારે મોડ્યુલ બે નું પરિણામ 32.21% આવ્યું છે. જ્યારે નવા સિલેબસનું પરિણામ ગ્રુપ એકમાં 14.35 ટકા, જ્યારે ગ્રુપ બેનું પરિણામ 35.29% આવ્યું છે.