આ ખેલાડી કેપ્ટન બનતાની સાથે જ કોવિડ-19થી થયો સંક્રમિત
Mitchell Marsh: ફરી એકવાર કોરોનાની ક્રિકેટ પર અસર થવા લાગી છે. ટીમનો કેપ્ટન બનતાની સાથે જ એક ખેલાડીને કોરોનાનો ચેપ લાગ્યો છે. જેના કારણે ટીમને ભારે ફટકો પડ્યો છે. ઓસ્ટ્રેલિયામાં કોરોના સતત તબાહી મચાવી રહ્યું છે. જેના કારણે રોજ કોઈને કોઈ ખેલાડી તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. કેપ્ટન મિશેલ માર્શનને કોરોનાનો ચેપ લાગ્યો છે. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી 9 ફેબ્રુઆરીથી શરૂ થશે. પરંતુ મિશેલ માર્શનને કોરોના પોઝિટિવ હોવાના કારણે તે ટીમ માટે ચોક્કસપણે મોટો ઝટકો કહી શકાય.
માર્શ કોરોના પછી પણ રમશે
એક અહેવાલમાં આપેલી માહિતી અનુસાર માર્શને પ્રથમ ટી20 મેચ રમવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે, પરંતુ તે મેચ દરમિયાન અલગ ડ્રેસિંગ રૂમ વિસ્તારનો ઉપયોગ કરવાનો રહેશે. તેમની સાથે રહેલા ખેલાડીઓ સાથે તેને અંતર જાળવવાનું રહેશે. રસપ્રદ વાત એ છે કે, માર્શને ટેસ્ટ અને ODI કેપ્ટન પેટ કમિન્સની હાજરીમાં ન્યુઝીલેન્ડ T20I માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે માર્શ ચોક્કસપણે વર્લ્ડ કપ માટે કેપ્ટનશીપનો ઉમેદવાર છે.
આ પણ વાંચો : IND vs ENG: યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો
મિશેલ માર્શની શરૂઆત
મિશેલ માર્શ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનો ખેલાડી છે. માર્શે પોતાની કારકિર્દીની શરૂઆત 2011-2012 સીઝનમાં કરી હતી. તે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો ભાગ છે જેણે 2015માં ક્રિકેટ વર્લ્ડ કપ અને 2021માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન શોન માર્શનો નાનો ભાઈ છે. ઓસ્ટ્રેલિયન ડોમેસ્ટિક વન-ડે રમતમાં ભાગ લેનાર અત્યાર સુધીનો સૌથી યુવા ખેલાડી બન્યો છે. 2010ના અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ટીમનો કેપ્ટન હતો. તેમના નેતૃત્વ હેઠળ, ઓસ્ટ્રેલિયાએ ટુર્નામેન્ટ જીતી હતી.