January 31, 2025

પ્રયાગરાજ મહાકુંભમાં બનેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે: PM મોદી

PM Modi: પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ મચી ગઈ છે જે બાદ આ ભાગદોડમાં ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. મેળાનું વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે. બધા સરકારી અધિકારીઓ કાર્યરત છે. અખાડાઓનું અમૃત સ્નાન રદ કરી દેવામાં આવ્યું છે. પ્રશાસને લોકોને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. તેમજ લોકોને ધીરજ રાખવા અને વહીવટીતંત્રને સહયોગ આપવા અપીલ કરવામાં આવી રહી છે. બધા અખાડાઓએ મૌની અમાવસ્યા પર યોજાનારા અમૃત સ્નાનને રદ કરી દીધું છે. ભાગદોડમાં ઘાયલ થયેલા લોકોને એમ્બ્યુલન્સ દ્વારા મહાકુંભ મેળામાં બનેલી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ઘાયલોની સારવાર ચાલી રહી છે. મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે પીએમ નરેન્દ્ર મોદીએ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે. જોકે, હવે પીએમ મોદીએ મહાકુંભની ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કર્યું છે.

પ્રયાગરાજ મહાકુંભમાં બનેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા ભક્તો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ સાથે હું તમામ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં મેં મુખ્યમંત્રી યોગીજી સાથે વાત કરી છે અને હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું.

 

આ પણ વાંચો: વધુ એક હોસ્પિટલનો કાંડ આવ્યો સામે… પગની જગ્યાએ કર્યું હૃદયનું ઓપરેશન