September 21, 2024

મારુતિ સુઝુકીની આ બે પ્રીમિયમ કાર માટે લાગી છે કતાર

અમદાવાદ: મારુતિ સુઝુકીની આ બે પ્રીમિયમ કાર માટે શોરૂમમાં લાગી છે કતાર, જાન્યુઆરીમાં 33 હજારથી વધુ યુનિટનું વેચાણ મારુતિ સુઝુકીની આ બે પ્રીમિયમ કાર માટે શોરૂમમાં લાંબી કતાર જોવા મળી રહી છે. જાન્યુઆરીમાં 33 હજારથી વધુ યુનિટનું વેચાણ થયું હોવાનું સામે આવ્યું છે. અમે જે 2 કારની વાત કરી રહ્યા છીએ કે પ્રીમિયમ હેચબેક બલેનો અને કોમ્પેક્ટ SUV Fronx છે. તેણે માર્કેટમાં ધૂમ મચાવી દીધી છે.

કારના ટોપ વેરિઅન્ટ્સ
ગયા મહિનાના વેચાણની વાત કરવામાં આવે તો ભારતમાં અંદાજે 1.67 લાખ કાર વેચાઈ હતી. ગયા જાન્યુઆરીમાં બલેનો ભારતમાં સૌથી વધુ વેચાતી કાર હતી. બાકીની કારની વાત કરવામાં આવે તો તે પણ માર્કેટમાં ખુબ વેચાણ થયું હતું. મારુતિ સુઝુકીના નેક્સા શોરૂમમાં વેચાઈ રહેલી આ કાર તેમના ઉત્તમ દેખાવ, નવીનતમ સુવિધાઓ અને CNG વિકલ્પમાં ઉપલબ્ધ હોવાને કારણે ઉત્તમ ગણવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે બીજી રસપ્રદ વાત એ છે કે આ બંને મારુતિ કારના ટોપ વેરિઅન્ટ્સ વધુ વેચાય છે. આવી સ્થિતિમાં જે લોકોનું બજેટ 10-12 લાખ રૂપિયા છે તેને બલેનો અને ફ્રન્ટ ખરીદવાનો આગ્રહ પહેલા કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે સૌથી વધુ ટાટાના વાહનો વેચાય છે.

મારુતિ સુઝુકી બલેનો
પ્રીમિયમ હેચબેક જાન્યુઆરીની 2024માં 19630 ગ્રાહકોએ ખરીદી કરી છે. બલેનોના વેચાણમાં વાર્ષિક 20 ટકાનો વધારો જોવા મળ્યો હતો. મારુતિ સુઝુકી બલેનો જાન્યુઆરી 2023માં 16,357 ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવી હતી. કિંમતની વાત કરવામાં આવે તો શોરૂમમાં 6.66 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તમે તેને પેટ્રોલ તેમજ CNG વિકલ્પોમાં ખરીદી શકો છો. મારુતિ સુઝુકી ફ્રન્ટ પેટ્રોલ અને CNG વિકલ્પોમાં પણ ઉપલબ્ધ છે અને CNG વેરિઅન્ટ્સની માઇલેજ 28.51 કિમી/કિલો સુધી છે.