January 14, 2025

આ ફૂડને કરો તમારા રોજિંદા જીવનમાં સામેલ, આંખનું વધશે તેજ

Healthy Eyes Tips: શિયાળાની સિઝનમાં આખને સુંદરની સાથે સ્વસ્થ રાખવી જરૂરી છે. ત્યારે અમે તમારા માટે એવા ફૂડની માહિતી લઈને આવ્યા છીએ કે જે તમારી આંખને સ્વસ્થ રાખશે.

ડ્રાયફ્રુટ
ડ્રાયફ્રુટ ખાવાથી આંખોનું તેજ વધે છે. બદામ, અખરોટ અને પિસ્તા જેવા ડ્રાયફ્રુટ ખાવ જેનાથી તમારા આંખોનું તેજ વધે છે. તમારી આંખોને સ્વસ્થ રાખવા માટે તમારે પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓને તમારે આહારમાં એડ કરવી જોઈએ.

ફળ ખાવ
આંખોનું તેજ વધારવા માટે તમારે એવા ફળને ખાવા જોઈએ કે જે ખાટા હોય અને તેમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય. નારંગી, દ્રાક્ષ, લીંબુ ખાવ. , જે આંખોની રક્તવાહિનીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમારી આંખમાં મોતિયો આવતો હશે તો પણ તે અટકાવી દેશે.

આ પણ વાંચો: કોહલી પર દંડ લાગતા Sam Konstasએ કર્યો ખુલાસો

લીલા શાકભાજીને ખાવ
શિયાળાની સિઝનમાં બહુ બધા લીલા શાકભાજી મળી રહે છે. તે તમારે ખાવા જોઈએ. મેથીની ભાજીથી લઈને તમામ પ્રકારની ભાજીને તમારા ખોરાકમાં એડ કરો. જેના કારણે તમારી આંખનું તેજ વધશે.