December 4, 2024

ભારતના આ શહેરો તેના યુનિક રિવાજોના કારણે છે વિશ્વ વિખ્યાત

Unique States Of India: ભારત પોતાની વિવિધતા અને પૌરાણિક સંસ્કૃતિ માટે સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. હિમાલય પર્વતના ઊંચા પહાડોથી લઈને દક્ષિણ ભારતના સમુદ્ર તટ સુધી ફેલાયલા ભારતની સંસ્કૃતિ અને વિશેષતા ખુબ જ અલગ છે. આજે આપણે ભારતના એવા કેટલાક શહેરો વિશે જાણીશું. જેના રીત અને રિવાજો ખુબ જ અલગ છે. આ શહેરો તેના રીત રિવાજોના કારણે દુનિયામાં પ્રખ્યાત છે. ભારતના દરેક શહેરના પોતાના અલગ અલગ તહેવારો હોય છે. દરેક શહેરની પોતાની અલગ ખાસિયતો પણ હોય છે. આવા ભારતના શહેરો વિશે જાણીએ.

ઓડિશાનું પુરી શહેર
ઓડિશા ભારતના પૂર્વ કિનારે આવેલું એક ખૂબ જ સુંદર શહેર છે. જે તેની અનોખી રથયાત્રા માટે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પુરીમાં ભગવાન જગન્નાથના મંદિરથી દર વર્ષે ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે. જે આ શહેરની સુંદરતામાં વધારો કરે છે. વર્ષમાં એક વખત રથયાત્રા યોજવામાં આવે છે. જે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં લાખો ભક્તોની ભીડ ઉમટી પડે છે. પુરીની વિશાળ રથયાત્રા ભગવાન પ્રત્યેની ભક્તિ અને એકતાનું પ્રતીક છે. આ જ કારણ છે કે દર વર્ષે આ રથયાત્રામાં લાખો અને કરોડો ભક્તો આવે છે.

વારાણસી, મહાકાલનું શહેર
ઉત્તર પ્રદેશ રાજ્યનું શહેર વારાણસી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિક શહેર તરીકે જાણીતું છે. વારાણસીમાં પૌરાણિક સંસ્કૃતિ અને અદ્ભુત રિવાજોનો સંગમ જોવા મળે છે. લગભગ હજારો લોકો દરરોજ આ મહાકાલ નગરીની મુલાકાતે આવે છે. ખાસ કરીને અહીંની ભવ્ય ગંગા આરતી તમને મંત્રમુગ્ધ કરવા માટે પૂરતી છે. વારાણસી શહેરમાં દર વર્ષે કાર્તિક પૂર્ણિમા, દેવ દિવાળી અને ખાસ કરીને મહાશિવરાત્રી જેવા તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ સુંદર શહેર અને અહીંની ગંગા આરતી જોવા માટે તમારે તમારા જીવનમાં એકવાર વારાણસી અવશ્ય આવવું જોઈએ.

જેસલમેર, રાજાઓનું શહેર
જેસલમેર રાજસ્થાનના રણમાં આવેલું એક ખૂબ જ અનોખું શહેર છે. તેને રાજસ્થાનનું ગૌરવ પણ કહેવામાં આવે છે. રાજસ્થાનમાં જોવાલાયક સ્થળોની કોઈ કમી નથી, પરંતુ આ શહેર તેના ખાસ રણ ઉત્સવ માટે લોકપ્રિય છે. આ તહેવાર રાજસ્થાનની સંસ્કૃતિને ખૂબ જ સુંદર રીતે વર્ણવે છે. જેસલમેરના ડેઝર્ટ ફેસ્ટિવલમાં તમને ઊંટની રેસ, લોક નૃત્ય, પપેટ શો અને પરંપરાગત સંગીતનો અનોખો કાર્યક્રમ જોવા મળશે. આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરના લોકોને રાજસ્થાનના ખોરાક, સંસ્કૃતિ અને રીત-રિવાજોથી માહિતગાર કરવાનો છે.

લદાખનો હેમિસ ફેસ્ટિવલ
લદ્દાખ શહેર હાલના યુવાનોમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ શહેર ચોક્કસપણે લગભગ દરેક ભારતીયની ટ્રાવેલ લિસ્ટમાં રહે છે. લદ્દાખ બરફીલા હિમાલય પર્વતોથી ઘેરાયેલું છે. જે તેની સુંદરતાને બમણી કરે છે. લદ્દાખનો હેમિસ ફેસ્ટિવલ માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. હેમિસ તહેવાર તિબેટીયન બૌદ્ધ ધર્મના પ્રચારક ગુરુ પદ્મસંભવના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર પર તમે ખાસ કરીને લદ્દાખના લોક નૃત્યો, રિવાજો અને પરંપરાગત પૂજાઓ જોવા મળશે. જો તમે પૌરાણિક સંસ્કૃતિના પ્રત્યક્ષ પુરાવા જોવા માંગતા હોવ તો ચોક્કસપણે હેમિસ તહેવારનો ભાગ બનો.