વોટ્સએપ સામે વાંધો, ખાનખાના ગણાતા દેશની સરકારે મૂક્યો છે પ્રતિબંધ
WhatsApp: આજના સમયમાં મોટા ભાગના લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ઘણા એવા પણ દેશ છે જ્યાં WhatsApp પર પ્રતિબંધ છે. ભારતમાં સૌથી વધારે WhatsAppનો ઉપયોગ થાય છે તો ભારતો પાડોશી દેશ છે ત્યાં તો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આવો જાણીએ કે બીજા દેશો વિશે કે જ્યાં પણ WhatsApp પર પ્રતિબંધ છે.
ચીનઃ પાડોશી દેશ ચીનમાં વોટ્સએપના ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. WhatsAppની સુરક્ષાને લઈને વિશ્વાસ નથી. તમને જણાવી દઈએ કે ચીનમાં માત્ર વોટ્સએપ જ પ્રતિબંધિત નથી, પરંતુ અન્ય ઘણા પ્લેટફોર્મ એવા છે કે જેના પર પ્રતિબંધિત છે.
કતારઃ આ દેશમાં વોટ્સએપ પર કોઈ પ્રતિબંધ નથી. પણ તમને જાણીને નવાઈ લાગશે પરંતુ સામાન્ય લોકો માટે અહિંયા વીડિયો કોલિંગ સર્વિસ બંધ છે. હા અહિંયા યુઝર્સને ટેક્સ્ટ કરવાની સુવિધા આપવામાં આવે છે.
ઉત્તર કોરિયાઃ કિમ જોંગ ઉન વિશે તમે જાણતા જ હશો. ઉત્તર કોરિયામાં લેવાયેલા તમામ નિર્ણયો સરકારે લીધો છે. જ્યાં ત્યાં રહેતા લોકોને પોતાની મરજીથી કંઈ કરવાની છૂટ નથી. દેશમાં વોટ્સએપના ઉપયોગ પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગૂગલ હવે ગુજરાતીમાં, જેમિની આપશે જવાબ
ઈરાનઃ ઈરાન અને અમેરિકન સરકાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી સરખું ચાલી રહ્યું નથી. આજ કારણ છે કે ઈરાનની સરકારે દેશમાં વોટ્સએપ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઈરાન સરકારે રાજકીય હિંસા પર અંકુશ લગાવવા માટે આ નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવે છે. સંયુક્ત આરબ અમીરાત અને સીરિયા પણ WhatsApp પર ભરોસો કરતા નથી. તમને જણાવી દઈએ કે સીરિયામાં સરકારે વોટ્સએપનો ઉપયોગ કરવાની બિલકુલ પરવાનગી આપી નથી.