September 18, 2024

શાકાહારી લોકોના શરીરમાં પ્રોટીનની ઉણપ હોય તો આ રહ્યા ઈંડા સિવાયના બેસ્ટ ઓપ્શન

Foods with more Protein than an Egg: ઘણી વખત શરીરમાં પ્રોટીનની ઉણપ આવી જતી હોય છે તેના માટે ડોક્ટર ઈંડા ખાવાની સલાહ આપતા હોય છો. પરંતુ જે લોકો શાકાહારી છે તેના માટે મોટી સમસ્યા થવા લાગે કે ઈંડા ખાવા કેમ અને ઈંડા સિવાઈ કોઈ ઓપશન શું છે? આવો જાણીએ કેટલાક ઉચ્ચ પ્રોટીન શાકાહારી ખાદ્યપદાર્થો વિશે. જેમાં ઈંડાથી પણ વધારે પ્રોટીન જોવા મળે છે.

ચીઝ પ્રોટીનની ઉણપને દૂર કરી શકે
પનીર અને ચીઝમાં પણ સારી માત્રામાં પ્રોટીન જોવા મળે છે. પ્રોટીનથી ભરપૂર પનીર શાકાહારીમાં પણ આવે છે અને તમારા સ્વાસ્થ્યને સુધારવામાં પણ ફાયદાકારક છે. 100 ગ્રામ ચીઝમાં અંદાજે 11 ગ્રામ પ્રોટીન હોય છે. પનીરમાં જોવા મળતું કેસીન પ્રોટીન તમારા સ્નાયુઓને રિપેર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. જેના કારણે તમારા શરીરમાં પ્રોટીન ઓછું હશે તો તમે ચીઝ અને પનીર ખાઈ શકો છો.

કઠોળ અને ચણાનું સેવન
જો તમે શાકાહારી છો તો તમે ઈંડા સિવાઈ તમે કોઈ પણ કઠોળ અને ચણા ખાઈ શકો છો. તમામ કઠોળમાં પણ સારી માત્રામાં પ્રોટીન જોવા મળે છે. રોજ તમારે એક વાટકી કઠોળ ખાવા પડશે. જેના કારણે તમારા શરીરમાં પ્રોટીનની કમી નહીં થાય. કઠોળ ખાવાના કારણે તમારા હૃદય અને આંતરડાના સ્વાસ્થ્યને ઘણી હદ સુધી સુધારી શકો છો.

દહીંનો કરી શકો છો સમાવેશ
પ્રોટીન ઉપરાંત ગ્રીક દહીંમાં પણ સારી માત્રામાં પોષક તત્વો જોવા મળે છે. 100 ગ્રામ ગ્રીક દહીંમાં અંદાજે 10 ગ્રામ પ્રોટીન હોય છે. જો તમે રોજ તમારા ભોજનમાં દહીં ખાઓ છો તો તમારા શરીરમાં પ્રોટીનની ઉણપ નહીં આવે.

ખાદ્ય પદાર્થોને તમારા આહારમાં સામેલ કરતા પહેલા તમારે ન્યુટ્રિશનિસ્ટની સલાહ ચોક્કસ લેવી જોઈએ