July 4, 2024

દુનિયાનો સૌથી પાવરફુલ પાસપોર્ટ છે આ દેશનો, શું છે ભારતનું રેન્કિંગ?

દુનિયા:  “આવો હમારે દેશ”…વિદેશ જવાની ઘેલછા મોટા ભાગના લોકોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને યુવાનોમાં વિદેશની ઘેલછા જોવા મળે છે. લોકો દેશ કરતા વધારે હવે વિદેશમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે  હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2024ની યાદી બહાર પાડી  છે. વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટના ક્રમ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ યાદીમાં ભારતના પાસપોર્ટનું સ્થાન 80માં સ્થાને છે. ભારતીય પાસપોર્ટ ધારકો 62 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે. ત્યારે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં 101માં સ્થાને છે.

ચાર યુરોપિયન દેશો ટોચના સ્થાને
ગત વખતની જેમ આ વખતે પણ હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં સિંગાપોર અને જાપાન પ્રથમ સ્થાને આવ્યા છે. જેમાં ગયા પાંચ વર્ષથી હેનલી ઈન્ડેક્સમાં આ બંને દેશોના ટોચમાં નામ આવી રહ્યા છે. આ વર્ષની યાદીમાં થોડો ફેરફાર થયો છે. ફ્રાન્સની સાથે જર્મની, ઇટાલી અને સ્પેનના પાસપોર્ટ ધારકો સિંગાપોર અને જાપાન જેવા 227 સ્થળોમાંથી 194માં વિઝા ફ્રી એન્ટ્રી કરી શકે છે.અમેરિકાની, સ્વીડન અને ફિનલેન્ડ, દક્ષિણ કોરિયા, બીજા સ્થાને છે. આ દેશોના પાસપોર્ટ ધારકો 193 સ્થળોએ જઈ શકે છે. સંયુક્ત આરબ અમીરાતે સૌથી વધારે આગળ આવ્યો છે. ગયા વર્ષના તે 14મા ક્રમે હતું અને આ વખતની યાદીમાં 11મો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બની ગયો છે. UAE પાસપોર્ટ ધારકો વિઝા વિના 182 સ્થળોની મુલાકાત પર જઈ શકે છે. ચાઇનીઝ પાસપોર્ટ ધારકો જે છે તે 85 સ્થળો સુધી વિઝા વિના પ્રવેશ કરી શકે છે.

આ પણ વાચો:  ટીવી સ્ટુડિયોમાં લાઈવ ચાલુ હતું ને હથિયારધારી એ ધાડ પાડી, સ્ટાફ સરેન્ડર

ટોચના 5 સૌથી શક્તિશાળી પાસપોર્ટ
1 સ્થાન પર ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, સિંગાપોર, સ્પેન છે. 2જા સ્થાન પર ફિનલેન્ડ, દક્ષિણ કોરિયા, સ્વીડન છે. 3જા સ્થાન પર ઑસ્ટ્રિયા, ડેનમાર્ક, આયર્લેન્ડ, નેધરલેન્ડ્સ છે. 4થા સ્થાન પર બેલ્જિયમ, લક્ઝમબર્ગ, નોર્વે, પોર્ટુગલ, યુનાઇટેડ કિંગડમ છે. 5માં સ્થાને ગ્રીસ, માલ્ટા, સ્વિટ્ઝર્લેન્ડ છે. નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ નાગરિકોની માલિકીની નાણાકીય સલાહકાર કંપની આર્ટન કેપિટલે પણ પાસપોર્ટ ઇન્ડેક્સ બહાર પાડ્યો હતો. જેમાં UAE પાસપોર્ટને ટોચનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જેમાં ભારતનું સ્થાન 66મું છે. આ યાદીમાં સૌથી ઓછા શક્તિશાળી પાસપોર્ટમાં પાકિસ્તાનું 47મું સ્થાન છે.

આ પણ વાચો:  ઇઝરાયેલ હમાસ યુદ્ધમાં માર્યા ગયેલા પત્રકારોને લઈને IDFએ કર્યો મોટો દાવો