અમદાવાદના ચંડોળા તળાવમાં તંત્રની બેદરકારીને કારણે ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યો
અમદાવાદ: અમદાવાદ શહેરમાં આવેલ ઐતિહાસિક ચંડોળા તળાવને ડેવલપ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પગલા લીધા. ચંડોળાનું ડેવલપમેન્ટ કરી તેનું બ્યુટિફિકેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત અહીં ખાડા ખોદી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે આ ખાડા મોતાના ખાડા સાબિત થઈ રહ્યા છે. ચંડોળા તળાવના આ ખાડામાં ત્રણ બાળકો ડૂબી ગયાની ઘટના બની છે. ચંડોળા તળાવમાં ખોદેલા ખાડામાં બાળકોના ડૂબવાથી મોત થયા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.
તંત્રની બેદરકારીને કારણે ત્રણ બાળકોએ ચંડોળા તળાવમાં જીવ ગુમાવ્યો છે. અમદાવાદ કોર્પોરેશન ચંડોળા તળાવનું ડેવલપમેન્ટ કરવા માટે અહીં ખાડા તો ખોદી નાંખ્યા પરંતુ કામ અધુરૂ છોડી દેતા તેમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને હવે આ ખાડાના કારણે ગઈ કાલે સાંજે ખાડામાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત નિપજ્યા છે.
આ પણ વાંચો: દેશમાં વકફ બોર્ડ હસ્તકની જંગમ મિલકતોમાં ગુજરાત બીજા ક્રમે
ચંડોળા તળાવમાં બાળકો ગઈકાલે સાંજના સમયે ત્રણ બાળકો રમી રહ્યા હતા અને રમત-રમતમાં તેઓ આ ખાડામાં ગરકાવ થઈ ડૂબી જતા તેમનું મોત નિપજ્યું છે.
મૃતક બાળકોના નામ
આનંદ ગોપાલભાઈ દંતાણી
જિજ્ઞેશ ગોપાલભાઈ દંતાણી
મેહુલ પ્રકાશભાઈ