June 30, 2024

વિરાટ કોહલી માટે આજનો દિવસ ખાસ, વેસ્ટ ઈન્ડિઝ સાથે ખાસ કનેક્શન

Virat Kohli Special Date 20 June: ભારતીય ક્રિકેટ ટીમ આજે T20 વર્લ્ડ કપની સુપર 8 મેચમાં પ્રવેશ. આજની મેચ ind vs afg વચ્ચે રમાવાની છે. પરંતુ આ મેચ દરમિયાન ખાસ ધ્યાન વિરાટ કોહલી પર રહેવાનું છે. જોકે ખાસ વાત એ છે કે આ વર્લ્ડ કપ દરમિયાન વિરાટ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. આજના દિવસે મેચ દરમિયાન ચાહકોની સાથે ટીમના ખેલાડીઓને પણ આશા છે કે આજે કોહલી કંઈક કરી બતાવશે. પંરતુ શું તમને ખબર છે કે વિરાટના જીવનમાં 20મી જૂનનું વિશેષ મહત્વ છે, એટલું જ નહીં તેનું વેસ્ટ ઈન્ડિઝ સાથે પણ કનેકશન છે. આવો જાણીએ શું છે આ જોડાણ.

ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું
વિરાટ કોહલી અત્યારે વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક ગણવામાં આવે છે. આ વખતની IPl 2024 સિઝનમાં વિરાટનું સૌથી સારૂ પ્રદર્શન જોવા મળ્યું હતું. જ્યારે પણ તે મેદાનમાં ઉતરે છે કે તમામ તેના ચાહકોનું ધ્યાન તેના પર જાય છે. જોકે આ વખતે તે T20 વર્લ્ડ કપમાં કંઈ ખાસ કરી શક્યો નથી. તમને જણાવી દઈએ કે વિરાટ માટે આજનો દિવસ ખુબ ખાસ છે. કારણ કે વિરાટના કરિયરની શરૂઆત આજના દિવસથી થઈ હતી. તેમે આજના દિવસે જ કે 20મી જૂને ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ભારતીય ટીમ માટે સતત રમી રહ્યો છે.

આ પણ વાંચો: IND vs AFG Weather: શું ભારત-અફઘાનિસ્તાન મેચ દરમિયાન વરસાદ પડશે?

રન બનાવ્યા ન હતા
મહત્વની વાત એ છે કે તેની પહેલી કોહલીએ પોતાની પ્રથમ ટેસ્ટ માત્ર વેસ્ટ ઈન્ડિઝ સામે જ રમી હતી. જોકે આજના દિવસે વેસ્ટ ઈન્ડિઝ સામે કોઈ મેચ નથી, પરંતુ કોહલી આજે વેસ્ટ ઈન્ડિઝમાં મેચ રમી રહ્યા છે. વિરાટને ચોક્કસ આજના દિવસે તે સ્મરણ યાદ આવશે. જોકે તે સમયે વિરાટ માટે કોઈ રનને લઈને ખાસ મેચ યાદગાર રહી ના હતી. પરંતુ આજના દિવસે તેના ચાહકો આશા રાખી રહ્યા છે કે તે કંઈક ખાસ કરી બતાવે.