આજની મેચમાં હાર્દિક પંડ્યા કેમ નહીં રમી શકે?

Hardik Pandya: આજે મુંબઈની ટીમ અને ચેન્નાઈની ટીમ આમને સામને આવશે. હાર્દિક પંડ્યા આજની મેચમાં જોવા નહીં મળે. હવે તમને સવાલ થશે કે કેમ આજે હાર્દિક આજની મેચ રમશે નહીં? તમને જણાવી દઈએ કે હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
હાર્દિક પંડ્યાએ કરી હતી ભૂલ
IPL 2024ની છેલ્લી લીગ મેચમાં હાર્દિક પંડ્યાએ એક મોટી ભૂલ કરી હતી. એવું થયું હતું કે હાર્દિકની મુંબઈ ઈન્ડિયન્સ તેની 20 ઓવર સમયસર પૂરી કરી શકી ન હતી. જેના પછી IPL ગવર્નિંગ કાઉન્સિલે નિયમો અનુસાર હાર્દિક પંડ્યા પર 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચનો પ્રતિબંધ લગાવ્યો હતો. તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સની તેની છેલ્લી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમી હતી.
આ પણ વાંચો: આજે CSK vs MI વચ્ચે મેચ, જાણો પિચ રિપોર્ટ
હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ
મુંબઈની ટીમે આખી સિઝનમાં ત્રીજી વખત આવું કર્યું હતું, જેના કારણે હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મુંબઈની ટીમને આગામી મેચ રમાવાની ના હતી. જેના કારણે હવે હાર્દિક IPL 2025 ની પ્રથમ મેચ રમી શકશે નહીં. તમને જણાવી દઈએ કે ધીમી ઓવર રેટના કારણે પ્રતિબંધનો સામનો કરનાર હાર્દિક બીજો કેપ્ટન છે. આ પહેલા ષભ પંતને IPL 2024માં જ એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.