September 8, 2024

રાજકોટ અગ્નિકાંડના મૃતકોના પરિવારો ન્યાયની ઝંખના સાથે મુખ્યમંત્રીને મળ્યા, મળ્યું માત્ર આશ્વાસન

મલ્હાર વોરા, ગાંધીનગર: રાજકોટ અગ્નિકાંડ સર્જાયાને 45 દિવસ જેટલો સમય થઈ ગયો હોવા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલાના પરિવારના સભ્યો હજુ પણ ન્યાય માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે આજે રાજકોટ અગ્નિકાંડના મૃતકોના સ્વજનો આજે રાજ્યના મુખ્યમંત્રીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને 13 જેટલા મુદ્દાઓ રજૂ કર્યા હતા. પરતું, મુખ્યમંત્રીએ પીડિત પરિવારના સભ્યોને માત્ર આશ્વાસન આપ્યું હતું. પરિવારના સભ્યોએ ચીમકી ઉચ્ચારી હતી કે તેમના 13 જેટલા મુદાઓ સરકાર સ્વીકારશે નહિ તો રાજકોટ થી ગાંધીનગર સુધી રેલી કાઢીને વિરોધ કરવામાં આવશે.

રાજકોટ અગ્નિકાંડ ને 45 દિવસ જેટલો સમય વીતવા છતાય સરકાર હજુ મોટા કોઈ અધિકારી સામે પગલાં ભર્યા નથી ત્યારે પીડિત પરિવારના સભ્યોએ આજે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ બેઠક કરીને રજુઆત કરી હતી. પરિવાર ના સભ્યોએ બેઠક દરમિયાન પોતાના 13 જેટલા મુદાઓ રજૂ કર્યા હતા, જેમાં રાજ્ય સરકાર TRP ગેમીગ ઝોન મામલે એક કમિટીની રચના કરે જેમાં સુપ્રીમ કોર્ટ ના બે નિવૃત જજ, ગુજરાત હાઇકોર્ટે ના નિવૃત બે જજ સહિત એક મહિલા સિવિલ કોર્ટની નિવૃત જજ તપાસ કમિટીમાં સ્થાન આપવામાં આવે આ ઉપરાંત કમિટીમાં સુજાતા મજુમદાર, અને નિલપીત રાય જેવા IPS ઓફીસર ને પણ કમિટી સમાવેશ કરવામાં આવે, આ કમિટી 6 માસમાં કમિટી તપાસ કરી રિપોર્ટ સરકાર ને સોંપે.

આ ઉપરાંત પીડિત પરિવાર ના સભ્યોએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ અગ્નિકાંડમાં ગેમીગ ઝોન માં સંડોવાયેલા તમામ સામે કડક કાર્યવાહી થાય, આ ઉપરાંત ગેમીગ ઝોનના સ્પોર્ટમાં રહેલ ભાજપના કાઉન્સિલર સહિત ધારાસભ્ય ની સંડોવણી નીકળી તો તેમની સામે પગલાં ભરીને ફરિયાદ દાખલ કરી ને તેમના વિરુદ્ધ , ACB અને CBI ના માધ્યમથી તપાસ કરવામાં આવે, TRP ગેમીગ ઝોન રેસિડન્સ વિસ્તારમાં ઉભી કરી છે તેને મજૂરી આપી તેમની સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આ ઉપરાંત બંધારણ પ્રમાણે જુના અને નવા કાયદાકીય મુજબ મૃત્યુ દંડ અપરાધીને આપવામાં આવે તેવી માંગ કરી હતી.

માત્ર રાજકોટ અગ્નિકાંડ નહિ પરતું પરિવાર સરકાર સમક્ષ તક્ષશીલા કાંડ, મોરબી બ્રિજ દુર્ઘટના, હરણી બોટ દુર્ઘટના સહિત અન્ય કાંડમાં બેદરકાર અને જવાબદાર અધિકારીઓની કામગીરી સામે આવી છે જેથી તેમની મિલકતની તપાસ થાય અને કડક પગલાં ભરવામાં આવે, મૃત્યુ પામનાર પરિવાર ને આર્થિક સહાય આપે તેવી માંગ કરી છે .જેમાં 50 લાખ થી વધુ સહાય કરે તેવી માંગ કરી છે.

પીડિત પરિવાર ના સભ્યો વધુમાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સરકાર તેમાં મુદ્દાઓ સાંભળીને આશ્વાસન આપ્યું હતું. જ્યારે મુખ્યમંત્રી ના દીકરાની તબિયત લથડી હતી ત્યારે એક પિતા તરીકે તેમને કેટલી ચિંતા થઈ હતી તેમના દીકરાની પરતું અમે તો અમારા દીકરા દીકરીઓને ગુમાવ્યા છે જેથી સરકાર 6 માસમાં આ મામલે પોતાનો નિર્ણય જાહેર કરે, નહિ તો પીડિત પરિવાર ના સભ્યો રાજકોટ થી લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાને સુધી રેલી કરીને વિરોધ કરવામાં આવશે.