દેશના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી, જાણો કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ
Today Weather: ગઈ કાલથી વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. દેશના અનેક રાજ્યોમાં આજે ભારે વરસાદની સંભાવના છે. દિલ્હી-NCR સહિત દેશના ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. આજ સવારે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો હતો. મુંબઈ, ગોવા અને કેરળના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે. ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે.
આજે ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજના દિવસે કેરળ, તમિલનાડુ, પુડુચેરી, ગોવા, કોંકણ અને કરાઈકલમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગોવામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કેરળમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. મુંબઈની આસપાસના વિસ્તારમાં આજે વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતના હવામાનનો મૂડ બદલાયો, કમોસમી વરસાદ પડતા ખેડૂતો મૂંજાયા
દિલ્હી અને ગુજરાતનું હવામાન
ગુરુવારે દિલ્હીમાં તાપમાન 23.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેવાની આગાહી કરી છે. આજના દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ગુજરાતમાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દશેરા સુધીમાં ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદ પડશે. છેલ્લા નોરતે ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે. આહવા, ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની આગાહી છે.