June 30, 2024

Madhya Pradeshમાં ટ્રેક્ટરની ટ્રોલી પલટી જતા 5 લોકોનાં મોત, 19 ઘાયલ

Datia Crime News: આજના સમયમાં અકસ્માતના કારણે મોતના આંકડામાં વધારો થઈ રહ્યો છે. ફરી એક વખત એવો જ બનાવ સામે આવ્યો છે. જેમાં મધ્યપ્રદેશમાં ટ્રેક્ટરની ટ્રોલી પલટી જતાં 5 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે 19 ઘાયલ થયા છે. આ અકસ્માત અંદાજે સવારે 5 વાગ્યાની આસપાસ બન્યો હતો. મળતી માહિતી પ્રમાણે આ ટ્રેક્ટરમાં સવાર તમામ લોકો મંદિર જઈ રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત થયો હતો.

પાંચ લોકોના મોત
મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાં અકસ્માતમાં 5 લોકોના મોત અને 19 લોકો ઘાયલ થયા હતા. આ સમયે 30 જેટલા લોકો ટ્રેક્ટરની ટ્રોલીમાં હાજર હતા. જે લોકોના મોત થયા તે તમામ લોકો એક જ પરિવારના હોવાનું કહેવાય રહ્યું છે. આ લોકો રતનગઢ માતાના મંદિરે ફૂલ ચઢાવવા જઈ રહ્યા હતા. હાલ જે ઘાયલ હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.દતિયા એસપીને માહિતી મળતાની સાથે તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ પણ વાંચો: Ahmedabadમાં યુવકે અમેરિકા જવા લગાવ્યો જુગાડ, પોલીસે દબોચી લીધો

નીચે પડીને પલટી ગઈ
મળતી માહિતી મુજબ ડિસ્વાર ગામના લોકો એકસાથે રતનગઢ માતાના મંદિરે ફૂલ ચઢાવવા જઈ રહ્યા હતા. ટ્રેક્ટર-ટ્રોલી કાબુ બહાર જઈને લગભગ 15 ફૂટ નીચે પડીને પલટી ગઈ હતી. જેમાં સ્થળ પર જ 5 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ યુવતીઓ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. આ બનાવ બનતાની સાથે આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. એક સાથે પરિવારના 5 લોકોના મોત થવા તે આફતથી ઓછું ના કહી શકાય.